નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન (Lovlyna borgohain)ની આગેવાની હેઠળ ભારતીય મહિલા બોક્સિંગ ટીમ (Indian women boxing team) IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022 માટે ( boxing World Championship 2022) ગુરુવારે તુર્કી જવા રવાના થઈ હતી. કેમ્પમાં ભારતીય ટીમ કઝાકિસ્તાન, તુર્કી, અલ્જેરિયા, પનામા, લિથુઆનિયા, મોરોક્કો, બલ્ગેરિયા, સર્બિયા, ડોમિનિકન રિપબ્લિક અને આયર્લેન્ડ જેવા દેશોના બોક્સરો સાથે તાલીમ લેશે.
આ પણ વાંચો: ફોટો ગેલેરીઃ કોણ છે તેલુગુ અભિનેત્રી પ્રિયંકા, જેની સાથે વેંકટેશ ઐયરના અફેરની છે ચર્ચા
આ કેમ્પ 20 એપ્રિલથી 5 મે સુધી ચાલશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 6 મેથી 21 મે દરમિયાન ઈસ્તાંબુલમાં યોજાશે. IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 1સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
વિશ્વ ચેમ્પિયનશિપ ટીમ:
નીતુ (48 કિગ્રા), અનામિકા (50 કિગ્રા), નિખાત (52 કિગ્રા), શિક્ષા (54 કિગ્રા), મનીષા (57 કિગ્રા), જાસ્મીન (60 કિગ્રા), પરવીન (63 કિગ્રા), અંકુશિતા (66 કિગ્રા), લવલિના (70 કિગ્રા), સ્વીટી (75 કિગ્રા), પૂજા રાની (81 કિગ્રા) અને નંદિની (પ્લસ 81 કિગ્રા).