ETV Bharat / bharat

ભારતીય શેરબજારમાં ચાલુ સપ્તાહની રિકવરીને બ્રેક લાગી, BSE Sensex અને NSE Nifty નું સપાટ પ્રદર્શન

આજે Indian stock market ની સકારાત્મક શરૂઆત બાદ અચાનક જ ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે હળવા સુધારા સાથે ખુલ્યા બાદ અચાનક જ ગગડવા લાગ્યા હતા. દિવસ દરમિયાન સતત નબળું વલણ રહેતા BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા.

ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહની રિકવરીને બ્રેક

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 4:20 PM IST

મુંબઈ : ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 5 અને 10 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં સપાટ બંધ રહ્યા હતા. જોકે, આજે બંને ઈન્ડેક્સ વધારા સાથે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ બજાર સતત ઘટતું રહ્યું હતું. ઉપરાંત NSE Bank ગ્રીન ઝોનમાં જ્યારે NSE IT રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, આવતી કાલે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે.

BSE Sensex : આજે 23 નવેમ્બર ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 66,023 બંધની સામે 61 પોઈન્ટ વધીને 66,084 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 66,235 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 255 પોઈન્ટ તૂટીને 65,980 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 5 પોઈન્ટ તૂટીને 66,018 ના મથાળે સપાટ બંધ રહ્યો હતો. જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 10 પોઈન્ટ (0.05 %) ઘટીને 19,802 ના મથાળે રેડ ઝોનમાં સપાટ બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 17 પોઈન્ટ વધીને 19,828 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 19,875 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 19,786 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty 19,811 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઇન્ડસઇન્ડ બેંક (1.69 %), JSW સ્ટીલ (0.73 %), ટાટા સ્ટીલ (0.59 %), HDFC બેંક (0.39 %) અને ભારતી એરટેલ (0.08 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ (-1.75 %), લાર્સન (-1.11 %), બજાજ ફાયનાન્સ (-0.71 %), ટીસીએસ (-0.59 %) અને એનટીપીસી (-0.55 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1146 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 951 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટીસીએસ, રિલાયન્સ, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલના સ્ટોક રહ્યા હતા.

  1. નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ થયું, સેન્સેક્સ 107 પોઈન્ટ ઉછળ્યો
  2. સેમ ઓલ્ટમેનની OpenAIના CEO તરીકે વાપસી, થોડા દિવસો પહેલા બરતરફ કરવામાં આવ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.