ETV Bharat / bharat

Stock Market Closing Bell : ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, BSE Sensex માં 280 પોઈન્ટનો ઉછાળો - શેરબજાર ઓપનિંગ

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના વધારા સાથે 71,387 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.49 ટકાના વધારા સાથે 21,454 પર બંધ થયો. Stock Market Closing Bell Update

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 4:14 PM IST

મુંબઈ : કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના વધારા સાથે 71,387 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.49 ટકાના વધારા સાથે 21,454 પર બંધ થયો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિવાય અન્ય તમામ સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા.

ટ્રેંડિંગ સ્ટોક : આજના ટ્રેડિંગ સેશન દરમિયાન ટોપ ગેઈનર સ્ટોકમાં દિવીજ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, એનટીપીસી, એમએન્ડએમ હતા. જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, ટીસીએસમાં ઘટાડા સાથે કારોબાર થયો છે. આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં ઈન્ફોસિસના શેરનો સમાવેશ થયો હતો, કારણ કે સપ્ટેમ્બરમાં એક વૈશ્વિક ગ્રાહક દ્વારા કંપની સાથે કરાયેલા MOU ને સમાપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ અદાણી ગ્રીને પ્રમોટરને 6.31 કરોડ કન્વર્ટિબલ વોરંટ જાહેર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે કંપનીના શેરમાં વધારો થયો છે.

સૌથી દમદાર શેર : આજે શેરબજારમાં કેટલાક મોટા ફેરફારો નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે શિપિંગ, પાવર, સંરક્ષણ, તેલ અને ગેસમાં તેજી જોવા મળી છે. CLSA અપગ્રેડથી BEL અને J Kumar Infra માં તેજી નોંધાઈ હતી. જ્યારે IREDA, PVR, મણપ્પુરમ જેવા સ્ટોકમાં દબાણ જોવા મળ્યું હતું. આજના IPO માં મુથુટ મિરકોફિન અને સૂરજ એસ્ટેટનું નબળું લિસ્ટિંગ થયું હતું. જ્યારે મોટિસન જ્વેલર્સમાં બમણા ભાવે લિસ્ટિંગ થતા દબાણ જોવા મળ્યું હતું.

શેરબજાર ઓપનિંગ : ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે નાતાલની રજાઓને કારણે શેરબજાર બંધ હતું. જ્યારે આડે શેરબજાર સપાટ નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 19 પોઈન્ટના ઘટાડા સાથે 71,090 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.07 ટકાના વધારા સાથે 21,364 પર ખુલ્યો હતો. શરુઆતમા કારોબારમાં પ્રી-ઓપનિંગ દરમિયાન BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા હતા. ઉલ્લેખનિય છે કે પેટીએમ, ઝાયડસ, ઓરોબિંદો ફાર્મા ફોકસમાં રહ્યા છે. આજના કારોબાર દરમિયાન ઈન્ફોસિસ 2 ટકા ડાઉન હતો.

  1. Share market: ભારતીય શેરબજારના મજબૂત વલણને બ્રેક લાગી, BSE Sensex અને NSE Nifty સપાટ ખુલ્યા
  2. Sukanya Samriddhi Yojana થી મેચ્યુરિટી પર ₹50 લાખ મેળવવા માટે કેવી રીતે રોકાણ કરવું તે જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.