ન્યુઝ ડેસ્ક: ભારતીય રેલ્વેની (Indian Railways) ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં થાય છે. ભારતીય રેલ્વેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે, રેલવે દ્વારા સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેથી તેઓને મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રેલવે પેસેન્જર ટ્રેનોમાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ (digital display board in Indian railway) લગાવવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો ઢોર નિયંત્રણ બિલ તો ક્યારે અમલી થશે તે તો રામ જાણે પણ સરકારે હવે કર્યો આ નિર્ણય
સમયાંતરે મળશે એલર્ટ રેલવેના આ પગલા બાદ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો થશે. આ સુવિધા આવ્યા બાદ મુસાફરો મુસાફરી કરતી વખતે ટ્રેન ક્યાંથી પસાર (live status of the train) થઈ રહી છે તે જાણી શકશે. આગળ કયું સ્ટેશન આવે છે? રેલવેના આ પગલાથી મુસાફરોને મોટી સુવિધા મળશે. આ સુવિધા શરૂ થયા બાદ મુસાફરો ટ્રેનનું લાઈવ સ્ટેટસ ટ્રેક કરી શકશે. આ ઉપરાંત ટ્રેન હવે ક્યાંથી પસાર થઈ રહી છે તેની પણ જાણકારી મેળવશે. પેસેન્જર ટ્રેનોમાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડની (digital display board in Indian railway) સુવિધા શરૂ થયા બાદ મુસાફરો ટ્રેનની લાઈવ રનિંગ સ્ટેટસ (live train running status) પણ જોઈ શકશે. આ ઉપરાંત ડિજિટલ ડિસ્પ્લે બોર્ડથી અસામાજિક તત્વોથી રક્ષણ માટે સમયાંતરે એલર્ટ પણ આપવામાં આવશે
આ પણ વાંચો આર્મી સારી રીતે વર્તી રહી છે, ઈજાગ્રસ્ત આતંકવાદીની આપવીતિ
ક્ષણ-ક્ષણની મળશે અપડેટ ભારતીય રેલ્વે તમામ નવી વંદે ભારત, તેજસ, હમસફર, એસી, ઇકોનોમી, EMU અને MEMU ટ્રેનોના કોચમાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડની (digital display board) સૌથી ખાસ વાત એ છે કે, તે જીપીએસ સિસ્ટમ સાથે જોડાયેલ હશે. આ સુવિધા શરૂ થયા બાદ મુસાફરોએ તેના પર રેલવેની લાઈવ રનિંગ સ્ટેટસ જોવા માટે મોબાઈલ એપને વારંવાર ખોલવાની જરૂર નહીં પડે. મુસાફરોને ટ્રેનમાં લગાવવામાં આવેલા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડમાંથી ક્ષણ-શ્રણની અપડેટ મળતી રહેશે. જીપીએસ સુવિધા માટે સેટેલાઇટ કોમ્યુનિકેશન નેટવર્ક સિસ્ટમને રેલ્વે નેટવર્ક (Railway network information) સાથે સંકલિત કરવામાં આવી છે. આ સાથે, મુસાફરો કોઈપણ અવરોધ વિના ટ્રેનની લાઇવ રનિંગ સ્ટેટસ વિશે જાણી શકશે