ન્યૂઝ ડેસ્કઃ આવો બચ્ચો તુમ્હે શીખાયે ઝાંકી હિન્દુસ્તાન કી...ઈસ મિટ્ટી સે તિલક કરોંગે જેવા ગીતથી લઈને આજના ઓ દેશ મેરે...તેરી જાન કે સજ દે...સુધી એક આખો વર્ગ એવો પણ રહ્યો જેમણે દેશ માટે કવિતા તથા ગીત લખ્યા. સુભદ્રા કુમારીની ઝાંસી કી રાની કવિતા કોણ ભૂલી શકે. જેના શબ્દોથી અંગ્રેજો માનસિક રીતે સળગી ગયા. પંડિત શ્યામ નારાયણ પાંડે Indian Poets-writers who shaped Freedom Struggle એ મહારાણા પ્રતાપના ઘોડા ચેતક Maharana Pratap માટે પણ લખ્યું છે. રણબીચ ભરકર ચેતક બન ગયા નિરાલા થા..રાણા પ્રતાપ કે ઘોડે સે પડ ગયા હવા કા પાલા થા. તો હિન્દી કવિની સામે ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે કે, છેલ્લો કટોરો પી જજો બાપુ, ચારણકન્યા ચારણકન્યા સોળ વર્ષની ચારણકન્યા. તો આ ગીત અમર બન્યું હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
આ પણ વાંચોઃ શહીદ દીને ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતોથી મહાત્માને કાવ્યંજલી અર્પણ કરાશે
અંગ્રજો સામે કલમઃ દેશભક્તિની ભાવના કેળવવા જયશંકર પ્રસાદે 'અરુણ, યે મધુમય દેશ હમારા', સુમિત્રાનંદન પંતે 'જ્યોતિ ભૂમિ, જય ભારત દેશ', નિરાલાએ ભારતી કરી! ઇચ્છારામની જેમ જ બહેરામજી મલબારી પણ એમના જમાના અગ્રણી લેખક, પત્રકાર અને વધુમાં સમાજ સુધારક હતા. બ્રિટિશ સરકારના અધિકારીઓ સાથે જ નહિ, ખુદ શહેનશાહ સાથે પણ મલબારીને સારા સંબધો હતા.
વિદ્રોહઃ તેમના 1898માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘સંસારિકા’ પર પણ રાજદ્રોહનો આરોપ મૂકાયો હતો. કેળવણી ખાતાના અધિકારી મિસ્ટર જાઈલ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ‘સંસારિકા’નાં કાવ્યોમાં મલબારીએ દેશી લોકોને તાજના રાજ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઉશ્કેર્યા છે. તો દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતના નર્મદને અચૂક યાદ કરવા પડે. જેમના નામથી ગુજરાતી ભાષાનો શબ્દકોષ રજૂ થયેલો. તેમણે પણ દાંડિયો નામનું પત્ર કર્યું હતું.
આ પણ વાંચોઃ PM મોદીના માતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયાં
સરફરોશી કી તમન્નાઃ રામ પ્રસાદ બિસ્મિલ દ્વારા લખાયેલી સરફરોશી કી તમન્ના (ક્રાંતિની ઈચ્છા) એ ભારતીય સ્વતંત્રતા વિશે લખાયેલી કવિતાની સૌથીપ્રેરણાદાયી રચનાઓમાંની એક છે. એ વાત અલગ છે કે, એમના શબ્દોને એક ડાયલોગ રૂપે પણ રજૂ કરવામાં આવ્યા છે. ઝંડા ઊંચા રહે હમારા ગીત મૂળ શ્યામલાલ ગુપ્તાની રચના છે. જે આજે પણ અનેક વીર જવાનો માટે પ્રેરકબળ પૂરૂ પાડે છે.
આઝાદી કી કવિતાઃ હરિવંશ રાય બચ્ચનની આઝાદી કી કવિતા આજે પણ ઘણા લોકોને કંઠસ્થ છે. જેના ઘણા બધા અનુવાદ પણ થયેલા છે. આ કવિતા ભારતના એ સમયની લાગણીઓનો સારાંશ છે. જેણે દેશના ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા કરી હતી. આ તમામ લેખકો કવિએ ન માત્ર દેશના વીરને જોમ પૂરૂ પાડ્યું. પણ એ સમયે રૂઢિચુસ્ત સમાજને જાગૃત કરવાનું પણ મોટું કામ કર્યું છે. જે માધ્યમના અભિયાન સિવાય શક્ય ન હતું.