ETV Bharat / bharat

INDIAN NAVY: INS વિક્રાંત પર MiG-29K ફાઇટર એરક્રાફ્ટનું પ્રથમ સફળતાપૂર્વક નાઇટ લેન્ડિંગ - MiG 29K ફાઇટર એરક્રાફ્ટનું પ્રથમ નાઇટ લેન્ડિંગ

ભારતના સ્વદેશી INS વિક્રાંત યુદ્ધ જહાજ પર સફળતાપૂર્વક મિગ-29K નાઈટ લેન્ડિંગ કર્યું છે. તેની ઝડપ અવાજની ગતિ કરતાં બમણી છે. દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે.

INDIAN NAVY
INDIAN NAVY
author img

By

Published : May 25, 2023, 10:26 PM IST

Updated : May 25, 2023, 10:37 PM IST

નવી દિલ્હી: ભારતીય નૌકાદળે ભારતના સ્વદેશી INS વિક્રાંત યુદ્ધ જહાજ પર સફળતાપૂર્વક મિગ-29K નાઈટ લેન્ડિંગ કર્યું છે. ભારતીય નૌકાદળે ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું કે આ આત્મનિર્ભરતાની નિશાની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓલ-વેધર ફાઈટર એરક્રાફ્ટ ઘોર અંધકારમાં INS વિક્રાંતના ફ્લાઈટ ડેક પર ઉતર્યું હતું.

રક્ષાપ્રધાન અભિનંદન પાઠવ્યા: દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે. રાજનાથે કહ્યું કે મિગ 29Kનું લેન્ડિંગ રાત્રે સફળતાપૂર્વક થયું હતું. આ માટે અમે નૌકાદળને અભિનંદન આપીએ છીએ. તેમણે કહ્યું કે આ સિદ્ધિ અમારા પાઇલટ્સની કુશળતા, દ્રઢતા અને વ્યાવસાયિકતાની સાક્ષી છે.

અવાજની ગતિ કરતાં બમણી ઝડપ: મિગ 29 આઈએનએસ વિક્રાંતનો એક ભાગ છે. આ એક ફાઇટર ફાઇટર છે. આ એક સુપરસોનિક ફાઇટર છે. તેની ઝડપ અવાજની ગતિ કરતાં બમણી છે. મિગ 29K 65,000 ફૂટની ઊંચાઈએ પહોંચી શકે છે. ઉપરાંત, તે ગુરુત્વાકર્ષણ બળ કરતાં આઠ ગણા વધુ બળ વડે ખેંચવાની ક્ષમતા ધરાવે છે.

સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર: ઉલ્લેખનીય છે કે કામોવ હેલિકોપ્ટરને MiG 29K પહેલા INS વિક્રાંત પર લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પહેલા તેજસ એરક્રાફ્ટનું નેવલ વર્ઝન INS વિક્રાંત પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. તે સમયે આ લેન્ડિંગ દિવસના સમયે જ કરવામાં આવતું હતું. INS વિક્રાંત આપણું એરક્રાફ્ટ કેરિયર છે. તે સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યું છે.

  1. American missile: ભારત નેવી માટે રશિયન અને અમેરિકન મિસાઈલ સિસ્ટમ ખરીદશે
  2. BrahMos precision strike missile: ભારતીય નૌસેનાએ બ્રહ્મોસ પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

30 ફાઈટર જેટ તૈનાત કરી શકાય: કોચીન શિપયાર્ડ લિ. તેને તૈયાર કર્યો છે. INS વિક્રાંત પર કુલ 30 ફાઈટર જેટ તૈનાત કરી શકાય છે. તેમાં MiG 29K ઉપરાંત કામોવ અને MH 60R હેલિકોપ્ટર સામેલ છે. MiG 29K ને બ્લેક પેન્થર પણ કહેવામાં આવે છે.

Last Updated : May 25, 2023, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.