ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ - essential commodity act

શેતકારી સંગઠનના પ્રમુખ અને કૃષિ કાયદાઓ 2020 (Farm Laws) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય ઘનવતએ (Anil Ghanwat) કહ્યું કે, આ એક સંકટ બની રહ્યું છે, કારણ કે માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ સ્ટોકિસ્ટો અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને (INDIAN ECONOMY ) પણ નુકસાન થશે. આ સાથે (MSP) કોમોડિટી માર્કેટ પણ મુશ્કેલીમાં મુકાશે.

જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ

author img

By

Published : Nov 23, 2021, 8:11 AM IST

  • સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કૃષિ કાયદાઓ અંગે આપ્યું નિવેદન
  • MSP ની ખાતરી આપવા કાયદો બનશે તો આર્થિક સંકટ આવશે
  • ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ : અનિલ ઘનવત

નવી દિલ્હી: કૃષિ કાયદાઓ (Farm Laws) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય, અનિલ ઘનવતે (Anil Ghanwat) સોમવારે જણાવ્યું હતું કે, જો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ખાતરી આપવા માટે કાયદો બનાવવામાં આવશે, તો ભારતીય અર્થતંત્રને સંકટનો (INDIAN ECONOMY ) સામનો કરવો પડશે. તેમણે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

ઘનવતે કહ્યું કે, જો કોઈ કાયદો (MSP પર) બનવા જઈ રહ્યો છે, તો આપણે (ભારત) સંકટનો સામનો કરીશું. કાયદા સાથે, જો કોઈ દિવસ (ખરીદી) પ્રક્રિયા ઓછી થઈ રહી છે, તો કોઈ તેને ખરીદી અંતર્ગત ખરીદી શકશે નહીં. MSP કરતાં ઓછી કિંમત ગેરકાયદેસર હશે અને આ માટે વેપારીને જેલમાં ધકેલી દેવામાં આવશે.

આવક વધારવા બીજી રીતે જોવાની જરૂર

શેતકારી સંગઠનના પ્રમુખ ઘનવતએ (SUPREME COURT APPOINTED PANEL ) કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ બન્નેએ ખેતીની આવક વધારવા માટે કોઈ અન્ય માર્ગ વિશે વિચારવું જોઈએ અને MSP પર કાયદો કોઈ ઉકેલ નથી. આ એક કટોકટી બનવા જઈ રહી છે, કારણ કે માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ સ્ટોકિસ્ટો અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને પણ નુકસાન થશે. આ સાથે કોમોડિટી માર્કેટ પણ મુશ્કેલીમાં મુકાશે.

અમે MSP ના વિરોધમાં નથી પરંતુ...

ઘનવતે કહ્યું કે, અમે MSPની વિરુદ્ધ નથી, પરંતુ ખુલ્લી ખરીદી એક સમસ્યા છે. અમને બફર સ્ટોક માટે 41 લાખ ટન અનાજની જરૂર છે, પરંતુ 110 લાખ ટનની ખરીદી કરી લીધી છે. જો MSP કાયદો બનશે, તો બધા ખેડૂતો તેમના પાક માટે MSPની માંગ કરશે અને કોઈ પણ તેમાંથી કંઈ કમાઈ શકે તેવી સ્થિતિમાં નહીં હોય.

કાયદાને રદ્દ કરવો દુર્ભાગ્યપૂર્ણ

તેમણે કહ્યું કે, કાયદાઓનું રદ્દીકરણ દુર્ભાગ્યપૂર્ણ છે. ખેડૂતો છેલ્લા 40 વર્ષથી સુધારાની માંગ કરી રહ્યા હતા. આ સારૂ પગલું નથી. ખેતીની વર્તમાન વ્યવસ્થા પૂરતી નથી. જો રજૂ કરાયેલા નવા કાયદાઓ બહુ સાચા ન હોય તો પણ તેમાં કેટલીક છટકબારીઓ હતી, જેને સુધારવાની જરૂર હતી. મને લાગે છે કે આ સરકારમાં કૃષિમાં સુધારાની ઈચ્છા હતી, કારણ કે અગાઉની સરકારો પાસે રાજકીય ઈચ્છાશક્તિ નહોતી. હું આશા રાખું છું કે વિપક્ષી નેતાઓ અને તમામ રાજ્યોના કૃષિ નેતાઓની બનેલી અન્ય સમિતિની રચના કરવામાં આવશે અને ત્યારબાદ નવા કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સંસદમાં રજૂ કરવામાં આવશે.

EC એક્ટ જાળવી રાખવો

તેમણે કહ્યું કે, અમારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમને (essential commodity act) રદ્દ કરવો પડશે, કારણ કે તેનો ઉપયોગ ખેડૂતો સામે હથિયાર તરીકે થાય છે. જ્યારે પણ ભાવ વધે છે, ત્યારે ખેડૂતોને થોડો ફાયદો થાય છે, સરકાર હસ્તક્ષેપ કરીને સ્ટોક લિમિટમાં મૂકે છે. આ પરિવહન મર્યાદા પર વધુ વ્યાજ લાદે છે. તે નિકાસ નિયંત્રણો લાદે છે. આ એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ ખેત પેદાશોના ભાવ ઘટાડવા માટે થાય છે, જે ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે, "તે (ત્રણ કૃષિ કાયદા) આ સરકાર દ્વારા કૃષિને થોડી સ્વતંત્રતા આપવાનો પ્રયાસ હતો, પરંતુ કમનસીબે, હવે આપણે તેને ગુમાવી દીધું છે."

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.