- મહામારી બાદ અર્થવ્યવસ્થા સુધરશે
- સોફ્ટબેંક ઇન્ડિયાના વડાનું નિવેદન
- એપ્રિલ 2021થી અર્થતંત્રમાં આવશે સુધરશે
મુંબઇ: સોફ્ટબેંક ઇન્ડિયાના વડા મનોજ કોહલીએ શનિવારે કહ્યું હતું કે, ભારતમાં રોકાણનું વાતાવરણ સારું થઈ રહ્યું છે. તેમજ રોગચાળો ફાટી નીકળતાં આગામી નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઝડપથી ઉછાળો આવશે.
XLRI દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ્યુ નિવેદન
કોહલીએ એક્સએલઆરઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોવિડ -19 પછી ભારત મજબૂત થઈ રહ્યું છે. હું અંતિમ અભિપ્રાય નથી આપી રહ્યો, પરંતુ હું જોઈ શકું છું કે, ભારત વધુ મજબૂત બનવાની દિશામાં છે.
2021થી અર્થતંત્રમાં આવશે સુધાર
તેમણે કહ્યું હતું કે, એપ્રિલ 2021થી અર્થતંત્ર પાછલા વર્ષ કરતા વધુ ઝડપથી ઉચું આવશે અને ટૂંક સમયમાં જ ગુમાવેલી જમીન ફરીથી મેળવી લેશે.