ETV Bharat / bharat

Team India qualify for semi finals : વર્લ્ડકપ 2023ની સેમિફાઇનલમાં પહોંચનારી ભારત બની પ્રથમ ટીમ, જાણો કેવી રહી અત્યાર સુધીની સફર - भारत बनाम श्रीलंका

રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે વાનખેડે ખાતે શ્રીલંકાને 302 રનથી હરાવીને સેમીફાઈનલમાં શાનદાર એન્ટ્રી કરી હતી. હવે ટીમ નોકઆઉટ મેચોના પડકારનો સામનો કરવા જઈ રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 6:19 AM IST

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે ICC ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ શાનદાર પ્રદર્શનના કારણે તેણે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધી બોલિંગ અને બેટીંગથી સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 7 મેચ રમી છે. તે એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાના 7 જીત સાથે 14 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. આ સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ટીમ સામે નોકઆઉટ મેચોમાં વિજય નોંધાવવાના પડકારનો સામનો કરવો પડશે.

ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી કરી : ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને સેમિફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા રમતા 357 રન બનાવ્યા હતા. 358 રનનો પીછો કરતા શ્રીલંકા માત્ર 19.4 ઓવરમાં 55 રનમાં સમેટાઈ ગઈ હતી અને 302 રનથી મેચ હારી ગઈ હતી. આ સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની અત્યાર સુધીની સફર
  1. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરાટ કોહલી (85) અને કેએલ રાહુલ (97)એ મળીને હાંસલ કર્યો હતો.
  2. ભારતે બીજી મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા રોહિત શર્મા (131) અને વિરાટ કોહલી (55)એ ટીમને જીત તરફ દોરી હતી.
  3. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં પાકિસ્તાન પર 7 વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાને ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોહિત શર્મા (86) અને શ્રેયસ અય્યર (53)એ ભારતને આસાન જીત અપાવી હતી.
  4. ભારતીય ટીમે ચોથી મેચમાં બાંગ્લાદેશ પર 7 વિકેટે જીત મેળવી હતી. ભારતને બાંગ્લાદેશ તરફથી 257 રનનો ટાર્ગેટ હતો, જેને વિરાટ કોહલી (103) અને શુભમન ગિલ (53)એ સંયુક્ત રીતે હાંસલ કર્યો હતો.
  5. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી મેચમાં 4 વિકેટે જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ભારતને 274 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને વિરાટ કોહલી (95) અને રોહિત શર્મા (46)ની મદદથી હાંસલ કરી લીધો હતો.
  6. ભારતે ઈંગ્લેન્ડ સામે છઠ્ઠી મેચ 100 રનથી જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્મા (87) અને સૂર્યકુમાર યાદવ (49)ના કારણે ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 129 રનમાં સમેટાઈ ગઈ હતી.
  7. ભારતની સાતમી મેચ વાનખેડેમાં શ્રીલંકા સામે હતી, ભારતે આ મેચ 302 રનથી જીતી હતી. શુભમન ગિલ (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ ઐયર (82)ની મદદથી ભારતે શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા મોહમ્મદ શમીની 5 વિકેટ અને મોહમ્મદ સિરાજની 3 વિકેટના કારણે શ્રીલંકા 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને 302 રનથી મેચ હારી ગયું હતું.
  1. World Cup 2023 IND vs SL : શ્રીલંકાને 302 રને હરાવીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી
  2. World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ટકરાશે ઓસ્ટ્રેલિયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.