લોસ એન્જલસ (યુએસએ): ન્યૂયોર્ક સ્થિત ભારતીય-અમેરિકન ગાયિકા (Indian American singer Falguni Shah) ફાલ્ગુની શાહને "અ કલરફુલ વર્લ્ડ" માટે શ્રેષ્ઠ ચિલ્ડ્રન આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં (Grammy Awards 2022) આવી છે. શાહને 'ફાલુ' નામથી પણ ઓળખવામાં આવે છે. મુંબઈમાં જન્મેલા ગાયક-ગીતકારે આ એવોર્ડ માટે ગ્રેમી-આયોજક રેકોર્ડિંગ એકેડમીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Grammy Awards 2022: જોન બેટિસ્ટે મુખ્ય ઈવેન્ટ પહેલા ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા
લાસ વેગાસમાં ગ્રેમી એવોર્ડનું આયોજન : એવોર્ડ સેરેમનીની તસવીરો શેર કરતાં શાહે લખ્યું કે,“આજના જાદુઈ દિવસનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. 'ગ્રેમી પ્રીમિયર સેરેમની'માં પર્ફોર્મ કરવું અને પછી 'એ કલરફુલ વર્લ્ડ' આલ્બમ માટે કામ કરનારા તમામ મહાન લોકો તરફથી એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે. “આ રીતે અમારા કામની પ્રશંસા કરવા બદલ અમે રેકોર્ડિંગ એકેડેમીના આભારી છીએ. ખુબ ખુબ આભાર. રવિવારે રાત્રે લાસ વેગાસમાં ગ્રેમી એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સાઉદી અરેબિયાના પ્રધાનને મળ્યા બોલિવૂડ સ્ટાર્સ, જૂઓ તસવીર