ETV Bharat / bharat

ભારતીય વાયુસેના દિવસ - undefined

આજે 8 ઓકટોબર એટલે કે, ભારતીય વાયુસેના દિવસ ગૌરવ સાથે આકાશને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે. અદમ્ય સાહસ અને શોર્યનો પરિચય કરાવતી વાયુસેનાનો આજે 90મો જન્મદિવસ છે.

Etv Bharatભારતીય વાયુસેના દિવસ
Etv Bharatભારતીય વાયુસેના દિવસ
author img

By

Published : Oct 8, 2022, 6:24 AM IST

ન્યૂઝ ડેસ્કઃ 1932માં 8 ઓકટોબરનાં રોજ 'રોયલ ભારતીય વાયુસેના' એવા નામથી વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આકી ૮ ઓકટોબરે ભારતમાં વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પછી 'રોયલ ભારતીય વાયુ સેના' નામ બદલીને 'ભારતીય વાયુસેના' નવુ નામ અપાયું.

દુશ્મનોથી દેશની રક્ષાઃ આઝાદી બાદ પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધો અને ચીન સાથેના યુધ્ધમાં વાયુસેનાએ પોતાનું અદમ્ય પરાક્રમ પાથર્યો હતુ. ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે, જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.

દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેનાઃ આજદિન સુધી ભારતીય વાયુ સેનાએ ઘણા મહત્વના ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દિલ્હીમાં આવેલું છે. 2100થી વધુ શકિતશાળી એરક્રાફટ સાથે દુનિયાથી ચોથી સૌથી શકિતશાળી ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.

ભારતીય વાયુસેનાના 7 કમાન્ડઃ

સેન્ટ્રલ કમાંડ-અલાહાબાદ ઉત્તર પ્રદેશ

ઈસ્ટર્ન કમાંડ-શિર્લાન્ગ-મેઘાલય

સાઉધર્ન કમાંડ-તિરૂવનંતપૂરમ-કેરળ

સાઉથ વેસ્ટર્ન કમાંડ-ગાંધીનગર-ગુજરાત

વેસ્ટર્ન એર કમાંડ-નવીદિલ્હી

ટ્રેનિંગ કમાંડ-બેંગ્લોર કર્ણાટક

મેન્ટેનન્સ કમાંડ-નાગપુર મહારાષ્ટ્ર

ભારતીય વાયુસેનાનું સૂત્ર છેઃ નભ: સ્પૃશ દીપ્તમ્ જે ભગવદ ગીતાનાં ૧૧માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનને તેમને મહારૂપ દેખાડી રહ્યા હતા ત્યારે તેનો ઉલ્લેખ થયો હતો.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.