ETV Bharat / bharat

ભારતને એપ્રિલના અંત સુધીમાં 10 રાફેલ વિમાન મળશે

એપ્રિલ મહિનાના અંત સુધી વધુ 10 રાફેલ વિમાન ભારત આવશે. આ તમામ રાફેલને નવા સ્ક્વાડ્રનમાં શામેલ કરવામાં આવશે. નવા વિમાન આવવાથી દેશમાં રાફેલની કુલ સંખ્યા 21 થઈ જશે.

ભારતને એપ્રિલના અંત સુધીમાં 10 રાફેલ વિમાન મળશે
ભારતને એપ્રિલના અંત સુધીમાં 10 રાફેલ વિમાન મળશે
author img

By

Published : Mar 30, 2021, 11:56 AM IST

  • ભારતીય વાયુ સેનાની તાકાતમાં થશે વધારો
  • એપ્રિલના અંત સુધીમાં 10 રાફેલ વિમાન પહોંચશે ભારત
  • તમામ રાફેલને નવા સ્ક્વાડ્રનમાં શામેલ કરવામાં આવશે

આ પણ વાંચોઃ ચીનનો મુકાબલો કરવા માટે અમે યોગ્ય સ્થિતિમાં છીએઃ IAF ચીફ ભદૌરિયા

નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનામાં વધુ 10 રાફેલ લડાકૂ વિમાન શામેલ થવા જઈ રહ્યા છે. એપ્રિલના અંત સુધીમાં ભારત આવનારા 10 રાફેલ વિમાનને નવા સ્ક્વાડ્રનમાં શામેલ કરવામાં આવશે. નવા વિમાનો આવશે ત્યારબાદ ભારત પાસે કુલ 21 રાફેલ વિમાન થઈ જશે. આમાંથી 11 રાફેલ વિમાન અંબાલા બેઝ પર તહેનાત છે, જે 17 સ્ક્વાડ્રનનો ભાગ છે.

આ પણ વાંચોઃ દક્ષિણ-પશ્ચિમી એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજ એરફોર્સની મુલાકાત લીધી

નવા વિમાન વાયુ સેનાની ક્ષમતામાં વધારો કરશે

એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, 3 રાફેલ વિમાન આગામી 2-3 દિવસમાં ભારત પહોંચશે. ત્યારબાદ 7-8 વિમાન એપ્રિલના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ભારત પહોંચશે. આમાં ટ્રેનર વિમાન પણ શામેલ થશે. નવા વિમાન વાયુ સેનાની ક્ષમતામાં વધારો કરશે. ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં આ રાફેલ વિમાનોને વાયુ સેનામાં શામેલ કરાયા હતા. ચીનની સાથે પૂર્વીય લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલને આ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તહેનાત કરાયા હતા.

ભારતે ફ્રાન્સને વર્ષ 2016માં રાફેલ માટે ઓર્ડર આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સને 36 લડાકૂ વિમાનનો ઓર્ડર આપ્યો હતો. એપ્રિલના અંત સુધી 50 ટકાથી વધારે લડાકૂ વિમાન ભારત પહોંચી જશે. ભારત સ્વદેશીરૂપથી વિકસિત 114 મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે, જેમાં મીડિય કોમ્બેટ એરક્રાફ્ટ પણ શામેલ થશે. આના 7 સ્ક્વાડ્રનોને આગામી 15-20 વર્ષમાં વાયુ સેનામાં શામેલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.