ETV Bharat / bharat

India Weather Update: બે દિવસ અગનભઠ્ઠી જેવું હવામાન રહ્યા બાદ હવે વરસાદના એંધાણ

author img

By

Published : Apr 21, 2023, 7:53 AM IST

માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા મેદાની પ્રદેશના રાજ્યમાં ગરમી અનુભવાઈ રહી છે. પણ હવામાન ખાતાના તાજેતરના રીપોર્ટ અનુસાર આગામી દિવસોમાં આ રાજ્યોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. જ્યારે કેટલાક રાજ્યમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

India Weather Update: બે દિવસ અગનભઠ્ઠી જેવું હવામાન રહ્યા બાદ હવે વરસાદના એંધાણ
India Weather Update: બે દિવસ અગનભઠ્ઠી જેવું હવામાન રહ્યા બાદ હવે વરસાદના એંધાણ

નવી દિલ્હીઃ બે દિવસ સુધી સતત તાપમાનમાં વધારો થયા બાદ હવે વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. ભીષણ ગરમી વચ્ચે તાપમાનમાં હવે ફેરફાર થવાની શક્યતાઓ છે. બે દિવસ સુધી હીટવેવ રહ્યા બાદ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદ પડી શકે છે. દેશના હવામાન વિભાગમાંથી મળેલા એક રીપોર્ટ અનુસાર તારીખ 21 અને 22 એપ્રિલ એમ બે દિવસ પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. છેલ્લા ચાર દિવસથી ઉત્તર ભારતના રાજ્ય અગનભઠ્ઠી બન્યા હતા. આકરા તાપને કારણે જનજીવનને અસર પહોંચી હતી. વરસાદ પડતા હવામાનમાં મોટા ફેરફાર થશે.

આ પણ વાંચોઃ Gujarat Weather : ધમધમાતા ઉનાળામાં આગામી દિવસોમાં અનુભવાશે રાહત

દિલ્હીનું વાતાવરણ પલટાશેઃ હવામાન ખાતાના રીપોર્ટ પર નજર કરીએ તો શુક્રવારે છેલ્લા ચોવીસ કલાક પૂરા થતા 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નવી દિલ્હીમાં આગામી બે દિવસમાં વરસાદ પડવાની શકયતાઓ છે. નવી દિલ્હી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના મહાનગર લખનઉનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ સુધી લખનઉમાં વાદળછાયું હવામાન જોવા મળશે. ભારે પવનને કારણે ભેજના પ્રમાણને અસર થવાની શકયતાઓ છે. ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નોઈડા શહેરની આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું હવામાન જોવા મળી શકે છે. હવમાનમાં પલટો આવતા ગરમીમાંથી રાહત મળવાની લોકોને આશા છે.

આ પણ વાંચોઃ Ayodhya Ram Mandir: રામલલાની 5 ફૂટ ઊંચી પ્રતિમા કર્ણાટકના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવશે

પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાઃ મેદાની પ્રદેશમાં ગરમી-બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે વાતાવરણનો મિજાજ બદલી રહ્યો છે. કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યમાં ગરમીની એક માઠી અસર જોવા મળી છે. હીટવેવને કારણે બપોરના સમયે રસ્તાઓ પર જાણે કુદરતી કર્ફ્યૂ લાગ્યો હોય એવો માહોલ જોવા મળે છે. જ્યારે વહેલી સવારે મહાનગરમાં ભેજનું પ્રમાણ પણ દિવસે દિવસે ઘટી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ગત અઠવાડિયે હીટ સ્ટ્રોકને કારણે 13 લોકોના મૃત્યું થયા હતા. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.