ઈન્દોરઃ દક્ષિણ આફ્રિકાએ ત્રીજી T20માં ભારતને 49 રને હરાવ્યું હતું(South Africa beat India by 49 runs in 3rd T20I). ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા અને ભારતને 228 રનનો લક્ષ્યાંક આપ્યો હતો(South Africa team score). જવાબમાં ભારતીય ટીમ 18.3 ઓવરમાં 178 રનમાં સમેટાઈ ગઈ હતી(Indian team score). ટીમ ઈન્ડિયા ભલે ત્રીજી T20 મેચ હારી ગઈ હોય, પરંતુ શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે(India beat South Africa 2-1 in T20I series). ભારત તરફથી દિનેશ કાર્તિકે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.
-
3RD T20I. India won the toss and elected to field. https://t.co/m8hIQQsobr #INDvSA @mastercardindia
— BCCI (@BCCI) October 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">3RD T20I. India won the toss and elected to field. https://t.co/m8hIQQsobr #INDvSA @mastercardindia
— BCCI (@BCCI) October 4, 20223RD T20I. India won the toss and elected to field. https://t.co/m8hIQQsobr #INDvSA @mastercardindia
— BCCI (@BCCI) October 4, 2022
ભારતને આપી 49 રને માત આ સાથે જ દક્ષિણ આફ્રિકા તરફથી રિલે રુસોએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં અણનમ 100 રનની ઇનિંગ રમી હતી. રૂસોની ટી20 કારકિર્દીની આ પ્રથમ સદી છે. રુસોએ ડી કોક (68) સાથે બીજી વિકેટ માટે 90 અને ટ્રીસ્ટન સ્ટબ્સ (23) સાથે ત્રીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી ઉપરાંત આઠ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 48 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે અંતે માત્ર પાંચ બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ છેલ્લી આઠ ઓવરમાં 108 રન બનાવ્યા હતા.