હેમિલ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) વચ્ચેની 3 વનડે શ્રેણીની બીજી મેચ (Second ODI match between India and New Zealand) રવિવારે સવારે 7 વાગ્યે હેમિલ્ટનમાં શરૂ થશે. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ન્યુઝીલેન્ડે 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. શ્રેણીમાં ટકી રહેવા માટે ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે.
ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતનો રેકોર્ડ: ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતનો રેકોર્ડ (India record on New Zealand soil) ભારતે ન્યુઝીલેન્ડમાં નવ વનડે શ્રેણી રમી છે, જેમાં માત્ર બે જ જીતી છે, જ્યારે બે શ્રેણી ડ્રો રહી છે. જો મેચની વાત કરીએ તો 43 મેચોમાંથી ભારતીય ટીમે 14 મેચ જીતી છે અને 26માં હારનો સામનો કરવો પડ્યો છે. બંને દેશો વચ્ચે કુલ 15 વનડે શ્રેણી રમાઈ છે, જેમાં ભારતે આઠ અને ન્યૂઝીલેન્ડે પાંચમાં જીત મેળવી છે. બંને વચ્ચે બે શ્રેણી ડ્રો રહી છે.
ભારતની સંભવિત ટીમઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ન્યૂઝીલેન્ડની સંભવિત ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, એડમ મિલ્ને, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.