ETV Bharat / bharat

Asian champions trophy 2023 Final: ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવીને ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું - INDIA VS MALAYSIA ASIAN CHAMPIONS TROPHY 2023 FINAL AT MAYOR RADHAKRISHNAN HOCKEY STADIUM

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું. આ રીતે ભારતે રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 પર કબજો કર્યો.

INDIA VS MALAYSIA ASIAN CHAMPIONS TROPHY 2023 FINAL AT MAYOR RADHAKRISHNAN HOCKEY STADIUM

author img

By

Published : Aug 13, 2023, 6:19 AM IST

ચેન્નાઈ: ભારત અને મલેશિયા વચ્ચે મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ટાઈટલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું. મલેશિયાએ રમતની શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હાફ ટાઇમ સુધીમાં મલેશિયા ભારતથી 3-1થી આગળ હતું. ભારતે ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં બે શાનદાર ગોલ કરીને રમતમાં વાપસી કરીને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ચોથા હાફમાં આકાશદીપ સિંહના શાનદાર ગોલની મદદથી ભારતે મલેશિયાને 4-3થી હરાવીને રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ મેચમાં હાર સાથે મલેશિયાનું પ્રથમ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

હાફ ટાઈમમાં ભારત મલેશિયાથી 1-3થી પાછળ: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની ફાઈનલના પ્રથમ હાફમાં ભારત મલેશિયાથી 1-3થી પાછળ હતું. ભારત તરફથી એકમાત્ર ગોલ જુગરાજ સિંહે 9મી મિનિટે કર્યો હતો. તે જ સમયે, મલેશિયા તરફથી અઝરાય અબુ કમલે 14મી મિનિટે, રહીમ રાઝીએ 18મી મિનિટે અને મુહમ્મદ અમીનુદ્દીને 28મી મિનિટે ગોલ કર્યા હતા. મલેશિયાએ હાફ ટાઈમ સુધી ખૂબ જ આક્રમક રમત દેખાડી અને તે ભારતીય ટીમ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી દીધું.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 3-3થી બરાબરી કરી: ત્રીજા ક્વાર્ટરની છેલ્લી 1 મિનિટમાં ભારતે બે ગોલ કરીને રમત 3-3ની બરાબરી કરી હતી. ભારતને 44મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેના પર ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ કરીને સ્કોર 2-3 કરી દીધો. ત્યાર બાદ થોડી સેકન્ડ બાદ ગુરજંત સિંહે ફિલ્ડ ગોલ કરીને સ્કોર 3-3 કરી દીધો હતો.

ચોથા ક્વાર્ટરમાં આકાશદીપ સિંહે ગોલ કર્યો: ભારતના સ્ટાર ખેલાડી આકાશદીપ સિંહે ભારત માટે મહત્વનો ગોલ કર્યો હતો. આ ગોલને કારણે ભારત 4-3ના સ્કોર સાથે મલેશિયાથી આગળ હતું અને પૂર્ણ સમય સુધી ભારતે મલેશિયાને 4-3થી કચડી નાખ્યું હતું.

ભારતે રેકોર્ડ ચોથી વખત આ ખિતાબ જીત્યો: ભારતે રેકોર્ડ ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો છે. આ પહેલા ભારત અને પાકિસ્તાને આ ટ્રોફી 3-3 વખત જીતી હતી. પરંતુ આજની ફાઈનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને રેકોર્ડ ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.

ફાઈનલમાં બંને ટીમોની સફર: મલેશિયાની ટીમ સેમિફાઇનલ-1માં દક્ષિણ કોરિયાને 6-2થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે જ ભારતીય ટીમે સેમિફાઇનલ-2માં જાપાનને 5-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

  1. Nine fixtures For ICC WC 2023 Date : વર્લ્ડ કપ 2023નું નવું શેડ્યુલ જાહેર, જાણો કેટલી મેચોની તારીખ બદલાઈ
  2. Asia Cup 2023 : એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, ફહીમ અશરફની 2 વર્ષ પછી ટીમમાં વાપસી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.