નવી દિલ્હી: યુક્રેનમાં વર્તમાન યુદ્ધની સ્થિતિને(Russia ukraine conflict) ધ્યાનમાં રાખીને ભારતે સોમવારે માનવતાવાદી સહાય મોકલવાનો નિર્ણય(India to send humanitarian) કર્યો છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકની(High level meeting by PM Narendra Modi) અધ્યક્ષતા કર્યા પછી, વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત આજે યુક્રેનને માનવતાવાદી સહાય સામગ્રી મોકલશે. યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે હજારો લોકો સરહદી વિસ્તારોમાં જઈ રહ્યા છે, જેના કારણે ત્યાં માનવીય સંકટ સર્જાયું છે.
આ પણ વાંચો : Ukraine Russia invasion : પરમાણું એલર્ટને લઈને UNGAએ તુરંત સીઝફાયરના રાખી આશા
ભારત યુક્રેનને મોકલશે સહાય
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુદ્ધને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાને આ પ્રકારનો નિર્ણય લીધો છે કે, યુક્રેનની સરહદો પર માનવતાવાદી સંકટનો સામનો કરવા માટે સહાય પુરવઠાની પ્રથમ શિપમેન્ટ આજે મોકલવામાં આવશે. ભારતમાં યુક્રેનિયન રાજદૂત ઇગોર પોલિખાએ માનવતાવાદી સહાયની માંગણી કર્યા પછી ભારતે સહાય પુરવઠોનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો :Ukraine Russia invasion : ભારતે કહ્યું, "કૂટનીતિના માર્ગે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી"