મુંબઈઃ મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો આખો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં એક ટેસ્ટ, એક T20 અને એક વન ડે મેચનો સમાવેશ થાય છે. કુલ પાંચ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે રમાશે. જ્યારે ત્રણ T20 મેચ અફઘાનિસ્તાન સામે રમાશે, ત્રણ વન-ડે મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોટેશન પોલીસી અંતર્ગત સ્થળની પસંદગી કરી છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા SCA સ્ટેડિયમને બે મેચ મળી છે. પણ અમદાવાદ શહેરમાં એક પણ મેચ અપાઈ નથી.
-
NEWS - BCCI announces fixtures for International Home Season 2023-24.
— BCCI (@BCCI) July 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Senior Men's team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here - https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fI
">NEWS - BCCI announces fixtures for International Home Season 2023-24.
— BCCI (@BCCI) July 25, 2023
The Senior Men's team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here - https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fINEWS - BCCI announces fixtures for International Home Season 2023-24.
— BCCI (@BCCI) July 25, 2023
The Senior Men's team is scheduled to play a total of 16 International matches, comprising 5 Tests, 3 ODIs, and 8 T20Is.
More details here - https://t.co/Uskp0H4ZZR #TeamIndia pic.twitter.com/7ZUOwcM4fI
વન-ડેઃ સમગ્ર ટુર્નામેન્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચથી થશે. ત્રણ વન-ડે મેચ રમાશે. જેમાંથી ત્રીજી મેચ રાજકોટના મેદાન પર રમાશે. એ પછી ભારતી-ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ શરૂ થશે. આગામી વર્ષની શરૂઆતમાં ત્રણ t20 સીરિઝ રમાશે. જે અફઘાનિસ્તાન સામે રહેશે. આ અફઘાનિસ્તાનનો ભારત સામે પહેલો દ્વિપક્ષીય પ્રવાસ રહેશે. એ પછી આવતા વર્ષે 25 જાન્યુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. જેમાંથી ત્રીજી ટેસ્ટ જે તારીખ 15 ફેબ્રુઆરીએ રમાશે એ રાજકોટમાં રમાશે. રાજકોટમાં 15મી જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મેદાન પર ચોથી વન ડે મેચ રમાશે. તારીખ 17 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ આ મેદાન પર રમાઈ હતી. જેમાં ભારત 36 રનથી વિજેતા થયું હતું.
પ્રથમ વખતઃ અફઘાનિસ્તાન પ્રથમ વખત T20 મેચ સીરિઝ રમવા માટે ભારતમાં આવશે. વર્ષ 2016માં રાજકોટમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ 9થી 13 નવેમ્બર દરમિયાન આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેચ ડ્રોમાં પરિણમી હતી. એ પછી વર્ષ 2018માં તારીખ 4થી 8 ઑક્ટોબર વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાઈ હતી. જેમાં એક ઈનિંગ સાથે 272 રનની ભારતીય ટીમની જીત થઈ હતી. સાત વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમ રાજકોટના મેદાન પર મેચ રમવા માટે આવશે. ટેસ્ટ મેચની રમતમાં ભાગ લઈને ફરી કોઈ રેકોર્ડ બનાવી શકે છે. આગામી વર્ષે ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ મેચની પહેલી મેચ હૈદરાબાદમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ રાજકોટમાં રમાશે.
ભારત-ઓસ્ટ્રેલિયા
પ્રથમ વન-ડે
તારીખઃ 22 સપ્ટેમ્બર
સ્થળઃ મોહાલીમાં 1.30 વાગ્યાથી શરૂ
બીજી વન-ડે
તારીખઃ 24 સપ્ટેમ્બર
સ્થળઃ ઈન્દોરમાં 1.30 વાગ્યાથી શરૂ
ત્રીજી વન-ડે
તારીખઃ 27 સપ્ટેમ્બર
સ્થળઃ રાજકોટમાં 1.30 વાગ્યાથી શરૂ
પ્રથમ T20
તારીખઃ 23 નવેમ્બર
સ્થળઃ વાયજેગમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ
બીજી T20
તારીખઃ 26 નવેમ્બર
સ્થળઃ ત્રિવેન્દ્રમમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ
ત્રીજી T20
તારીખઃ 28 નવેમ્બર
સ્થળઃ ગુવાહાટીમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ
ચોથી T20
તારીખઃ 1 ડિસેમ્બર
સ્થળઃ નાગપુરમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ
પાંચમી T20
તારીખઃ 3 ડિસેમ્બર
સ્થળઃ હૈદરાબાદમાં રાત્રે 7 વાગ્યાથી શરૂ
ભારત-અફઘાનિસ્તાન
પ્રથમ T20
તારીખઃ 11 જાન્યુઆરી
સ્થળઃ મોહાલી
બીજી T20
તારીખઃ 14 જાન્યુઆરી
સ્થળઃ ઈન્દોર
ત્રીજી T20
તારીખઃ 17 જાન્યુઆરી
સ્થળઃ બેંગ્લુરૂ
ભારત-ઈંગ્લેન્ડ
પ્રથમ ટેસ્ટ
તારીખઃ 25થી 29 જાન્યુઆરી 2024
સ્થળઃ હૈદરાબાદ
બીજી ટેસ્ટ
તારીખઃ 2થી 6 ફેબ્રુઆરી 2024
સ્થળઃ વાયજેગ
ત્રીજી ટેસ્ટ
તારીખઃ 15થી 19 ફેબ્રુઆરી 2024
સ્થળઃ રાજકોટ
ચોથી ટેસ્ટ
તારીખઃ 23થી 27 ફેબ્રુઆરી 2024
સ્થળઃ રાંચી
પાંચમી ટેસ્ટ
તારીખઃ 07થી 11 ફેબ્રુઆરી 2024
સ્થળઃ ધર્મશાળા