ETV Bharat / bharat

Brahmos Supersonic Cruise Missile: નૌસેનાની વધશે તાકાત, ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ - સુખોઈ Su-30MKI

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Brahmos Supersonic Cruise Missile)નું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીના કાફલામાં આ મિસાઇલ (Indian Navy Brahmos Missile News) સામેલ થયા બાદ નૌકાદળની તાકાતમાં વધારો થશે.

Brahmos Supersonic Cruise Missile: નૌસેનાની વધશે તાકાત, ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

author img

By

Published : Jan 11, 2022, 4:14 PM IST

વિશાખાપટ્ટનમ: સંરક્ષણ સંશોધન ક્ષેત્રે ભારતને વધુ એક સફળતા મળી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Brahmos Supersonic Cruise Missile)નું મંગળવારે પશ્ચિમ કિનારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળ (Indian Navy Brahmos Missile News)ના વિનાશક INS વિશાખાપટ્ટનમથી પરીક્ષણ (ins visakhapatnam brahmos missile) કરવામાં આવ્યું હતું.

મિસાઈલનું પરીક્ષણ મહત્તમ રેન્જથી કરવામાં આવ્યું

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, તેનું દરિયાથી દરિયામાં પ્રહાર કરનારું એડિશન છે. ભારતીય નૌકાદળના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ (Testing of the Brahmos supersonic cruise missile) મહત્તમ રેન્જથી કરવામાં આવ્યું હતું અને મિસાઈલ સચોટતા સાથે લક્ષ્ય સાધવામાં સફળ રહી હતી. ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બર, 2021ના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર એડિશનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Agni Prime Missile - અબ્દુલ કલામ ટાપુ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરિક્ષણ

સુખોઈ 30 Mk-Iથી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ

ઓરિસ્સાના દરિયાકાંઠે સુખોઈ 30 Mk-I (Sukhoi Su-30MKI)થી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ માટે DRDO, બ્રહ્મોસ, ભારતીય વાયુસેના અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી. ડિસેમ્બર 2021માં એર વર્ઝન ટેસ્ટમાં એરક્રાફ્ટથી લોન્ચ કરવામાં આવેલી મિસાઇલ તમામ મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે પૂર્વ આયોજિત માર્ગને અનુસરી હતી. બ્રહ્મોસના એર વર્ઝન (brahmos air to air missile)નું છેલ્લું પરીક્ષણ જુલાઈ 2021માં કરવામાં આવ્યું હતું.

ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. ભારત (DRDO) અને રશિયા (NPOM) મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુક્ત રીતે કામ કરે છે. બ્રહ્મોસ એક શક્તિશાળી આક્રમક મિસાઈલ હથિયાર પ્રણાલી છે જેને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી ચુકી છે.

આ પણ વાંચો: ભારતીય નૌસેનાએ બતાવી તાકાત શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલથી ડૂબાડ્યું શિપ, જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.