ETV Bharat / bharat

કોરોના અપડેટ: દેશમાં સતત બીજા દિવસે 62 હજાર નવા કેસ, 312 દર્દીઓનાં મોત - દેશભરમાં કોરોના

દેશમાં રવિવારે 62 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ વર્ષે સૌથી વધુ કેસ મળી આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 62,714 નવા કોરોના કેસ મળી આવ્યા છે અને 312 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

corona
corona
author img

By

Published : Mar 28, 2021, 2:39 PM IST

  • કોરોનાનાં કુલ કેસો વધીને 1,19,71,624 પર પહોંચ્યા
  • રવિવારે કોવિડ-19ના નવા 62,714 કેસ નોંધાયા
  • રિકવરી રેટ 94.58 ટકા પર આવી ગયો હતો

નવી દિલ્હી: ભારતમાં તકેદારી રાખતા હોવા છતાં કોરોના સંક્રમણના કિસ્સાઓ અટક્યા નથી. દેશમાં રવિવારે કોવિડ-19ના નવા 62,714 કેસ નોંધાયા છે. આ વર્ષે એક જ દિવસમાં સંક્રમણના નોંધાયેલા સૌથી વધારે કેસો છે. આ સાથે દેશમાં કોરોનાનાં કુલ કેસો વધીને 1,19,71,624 પર પહોંચી ગયા છે.

કોરોનાના કેસોમાં સતત થઈ રહ્યો છે વધારો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ, સતત 18માં દિવસે કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે. દેશમાં તંદુરસ્ત થનારા કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,86,310 થઈ છે. જે કુલ કેસોના 4.06 ટકા છે. જ્યારે રિકવરી રેટ 94.58 ટકા પર આવી ગયો છે.

એક દિવસમાં સંક્રમણના સૌથી વધુ કેસ

સવારે 8 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,714 નવા કેસ નોંધાયા છે, જે 16 ઓક્ટોબર 2020 પછી નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જ્યારે, વધુ 312 દર્દીઓના મોત સાથે કુલ મોતની સંખ્યા વધીને 1,61,552 થઈ ગઈ છે. લગભગ ત્રણ મહિનામાં કોરોના વાઈરસથી પોતાનો જીવ ગુમાવનારા આ લોકોની સંખ્યા સૌથી વધુ છે.આ અગાઉ 25 ડિસેમ્બર 2020ના રોજ એક જ દિવસમાં 336 લોકોનાં મોત નિપજ્યા હતાં. તે જ સમયે 16 ઓક્ટોબરે 24 કલાકમાં 63,371 નવા સંક્રમણના કેસ નોંધાયા છે.

કોરોનાથી મૃત્યુદર 1.35 ટકા

કોરોનાથી અત્યાર સુધીમાં 1,13,23,762 લોકો સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.35 ટકા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ -19 ના કેસો 7 ઓગસ્ટના રોજ 20 લાખને પાર કરી ગયા છે. આ પછી 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને વટાવી ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક રોગચાળાના કેસો 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર પહોંચી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.