ETV Bharat / bharat

India Rain Update: ઉત્તર ભારતમાં જળ પ્રલય, દિલ્હી-હરિયાણામાં પૂરનું જોખમ, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, 76 લોકોના મોત - India Rain Update

ઉત્તરભારતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશી આફત વરસી રહી છે. હિમાચલ પ્રદેશ સહિત હરિયાણામાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હરિયાણાના અનેક વિસ્તારોમાં મેઘ તાંડવના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર કરવાામાં આવ્યું છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 12, 2023, 6:30 AM IST

Updated : Jul 12, 2023, 7:49 AM IST

દિલ્હી: દેશભરમાં વરસાદ આફત બનીને બરસી રહ્યો છે. ઉત્તર ભારતના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. હિમાચલના કુલ્લુ, મનાલી, મંડી સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી જળપ્રલયને કરાણે અનેક લોકો મોતને ભેટ્યાં છે. હવામાન વિભાગે ઉત્તરભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.

દિલ્હીમાં પૂરનું જોખમ: રાજધાની દિલ્લીમાં આગામી ત્રણ ચાર દિવસો સુધી હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દિલ્લી સહિત અનેક વિસ્તરોમાં વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ ગયું છે. હિમાચલ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પૂરને કારણે અનેક વ્યક્તિઓ પાણીમાં તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ઉત્તરાખંડમાં 15 જુલાઈ સુધી રેડ એલર્ટ: ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. પહાડોથી લઈને મેદાનો સુધી દરેક જગ્યાએથી નુકસાનના અહેવાલો છે. પહાડો પર ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. મેદાની વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે નદીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મેદાની વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. ખાસ વાત એ છે કે હવામાન વિભાગે 15 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે ગંગા અને તેની સહાયક નદીઓ સહિત તમામ મોટી નદીઓમાં જળસ્તર વધ્યું છે.

  • Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હિમાચલમાં 3 દિવસમાં 20ના મોત: હિમાચલ પ્રદેશ બાદ હાલ ઉત્તરાખંડ, દિલ્લી, કશ્મીરમાં મેઘ તાંડવના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. મંડીમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર આફત વરસી રહ્યો છે. હિમાચલના મંડીમાં આજે પણ વરસાદી માહોલ છે. અનેક વિસ્તારોમાં વરસાદ છે જેને કારણે મંડીમાં વહી રહી બિયાસ નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પ્રશાસને સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર ભારતમાં ત્રણ દિવસથી મુશળધાર વરસાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થયો છે. બંને મોટી હવામાન સિસ્ટમ હિમાચલમાં ટકરાઈ હોવાથી સૌથી વધુ અસર ત્યાં જોવા મળી હતી. જ્યારે પણ ચોમાસું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મળે છે ત્યારે દેશના પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ દરમિયાન મહિનામાં ત્રણથી ચાર વખત થાય છે અને પર્વતોમાં હિમવર્ષા લાવે છે. પછી તેમની સંખ્યા ઘટે છે.

હવામાન વિભાગે શું કહ્યું: આજથી ઉત્તરાખંડ અને તેની નજીકના પશ્ચિમ ઉત્તરમાં અત્યંત ભારે વરસાદની સ્થિતિમાં ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ ભારત અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. IMDએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં આજે અને આવતીકાલે એટલે કે 13 જુલાઈ સુધી વરસાદ પડશે. તે પછી આ રાજ્યોમાં તે ઘટશે. ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ સિવાય સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની ગતિવિધિની શક્યતા છે. ઓડિશામાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે.

  1. Himachal Flood: 3 દિવસમાં 20ના મોત, 1239 રસ્તા બંધ, 1418 વોટર પ્રોજેક્ટ અટક્યા, આજે પણ વરસાદનું એલર્ટ
  2. Rajasthan Monsoon Update : પાલી જળબંબાકાર, કેદીઓને બોટ મારફતે કોર્ટમાં લઈ જવાયા

Last Updated : Jul 12, 2023, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.