ETV Bharat / bharat

SBIના અહેવાલમાં ચેતવણી: Coronaની ત્રીજી લહેર આવી રહી છે, સપ્ટેમ્બરમાં પિક પર હશે - કોવિડની ત્રીજી લહેર

SBIના એક અહેવાલમાં ચેતવણીની ઘંટડી વગાડવામાં આવી છે કે કોરોનાની ત્રીજી લહેર ( Third covid wave ) ઢૂંકડી આવી રહી છે. જેના કેસીસ સપ્ટેમ્બર મહિનામાં ટોચે હશે.જો રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે તો કોરોના સંક્રમણની ગતિને કાબૂમાં રાખી શકાશે

SBIના અહેવાલમાં ચેતવણી: Coronaની ત્રીજી લહેર આવી રહી છે, સપ્ટેમ્બરમાં પિક પર હશે

author img

By

Published : Jul 9, 2021, 1:10 PM IST

  • કોરોનાની ત્રીજી લહેરને લઇને સાવધાનીનો સૂર
  • SBIના એક રીપોર્ટમાં ત્રીજી લહેર અંગે જણાવાયું
  • ઓગસ્ટથી શરુ થઈ શકે છે Third covid wave

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ સમાપ્ત થઇ નથી, ત્યાં ત્રીજી લહેર ( Third covid wave ) ટૂંક સમયમાં આવવાની સંભાવના જતાવાઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવતા મહિનામાં એટલે કે ઓગસ્ટમાં દસ્તક દઈ શકે છે.

SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસની ત્રીજી લહેર ( Third covid wave ) ઓગસ્ટ મહિનામાં આવી શકે છે અને કેસો આવવાનું પ્રમાણ સપ્ટેમ્બરમાં ટોચ પર હશે. એટલે કે, કોરોના રોગચાળાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં ટોચ પર પહોંચી શકે છે

ઓગસ્ટના બીજા પખવાડિયાથી કોરોનાના કેસો વધી શકે

SBIના સંશોધન અહેવાલ મુજબ, 7 મેના રોજ ભારતમાં કોરોનાની બીજી લહેર ટોચ પર પહોંચી ગઈ હતી. ભારતમાં બીજી લહેર શરુ થઈ હતી અને મે મહિનામાં તે ટોચ પર પહોંચી હતી. જેણે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને અન્ય રાજ્યોમાં લાખો લોકોને અસર કરી હતી. SBIના રિપોર્ટ અનુસાર ઓગસ્ટના બીજા પખવાડિયાથી કોરોનાના કેસો ( Third covid wave ) વધી શકે છે. રિપોર્ટ અનુસાર 21 ઓગસ્ટથી કોરોનાના કેસો વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક ડેટા બતાવે છે કે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરની ટોચ હશે ત્યારે વધુ લોકોને વાયરસનો ભોગ બનવું પડશેે.

આ પણ વાંચોઃ ભારતને ઓક્ટોબર સુધી મળી શકે છે હર્ડ ઈમ્યુનિટીઃ SBI રિપોર્ટ

Third covid wave પણ બીજી લહેર જેટલી ગંભીર હોઈ શકે

SBI બેંક દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, કોરોનાની ત્રીજી લહેરની ( Third covid wave ) અસર લગભગ 98 દિવસ સુધી ચાલી શકે છે. આ સિવાય, નિષ્ણાતો માને છે કે આ લહેર પણ બીજી લહેર જેટલી ગંભીર હોઈ શકે છે.જોકે, રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રસીકરણ અભિયાન ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે અને લોકોને તેનો લાભ મળશે તેથી ત્રીજી લહેરનો મૃત્યુઆંક બીજી લહેર કરતાં ઓછો હોઈ શકે છે.

આગોતરી તૈયારીઓથી કાબૂમાં કરી શકાય

SBI રીસર્ચ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિકસિત દેશોમાં બીજી લહેરની અવધિ 108 અને ત્રીજી લહેર 98 દિવસની હતી, જો આ વખતે સ્વાસ્થ્ય સુવિધાઓની સજ્જતા તૈયાર રાખવામાં આવે તો મોતને ઘટાડી શકાય છે. એટલે કે, કોરોનાની ત્રીજી લહેરની ( Third covid wave ) ગતિને કાબૂમાં લઇ શકાય છે.

આ પણ વાંચોઃ ચોથા ક્વાર્ટરનો ગ્રોથ વધશે પણ વાર્ષિક વિકાસ દર ઘટી 7.3 ટકા રહી શકેઃ એસબીઆઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.