ETV Bharat / bharat

Budget 2022 : વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30 ટકા ટેક્સ - ક્રિપ્ટો કરન્સી

સામાન્ય બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે RBI ડિજિટલ કરન્સીને લઈને મોટી જાહેરાત કરી છે. RBIની ડિજિટલ કરન્સી 'ડિજિટલ રૂપિ' (Digital currency) ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેનો હેતુ ક્રિપ્ટો કરન્સીના જોખમને ઘટાડવાનો અને ડિજિટલ ચલણને નિયંત્રિત કરવાનો છે. આ નાણાકીય વર્ષમાં જ તેને લોન્ચ કરવામાં આવશે. ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30% ટેક્સ (Tax on Crypto currency) ચૂકવવો પડશે. વર્ચ્યુઅલ કરન્સી (TDS on digital currency) પર 1 ટકા TDS પણ વસૂલવામાં આવશે.

ડિજિટલ કરન્સીના માર્ગે ભારત: વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30% ટેક્સ

author img

By

Published : Feb 1, 2022, 2:00 PM IST

ન્યુઝ ડેસ્ક: સરકારે દેશમાં ડિજિટલ કરન્સી(Digital currency)નો રસ્તો સાફ કરી દીધો છે. રિઝર્વ બેંક આ નાણાકીય વર્ષમાં 'ડિજિટલ રૂપિ' લોન્ચ કરશે. બિટકોઈનના પડકારોનો સામનો કરવા માટે સરકારનું આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. બ્લેક ચેઈન ટેક્નોલોજીના આધારે બજારમાં ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશે. આના દ્વારા સરકાર ખાનગી રોકાણ લાવવા માંગે છે. સાથે જ કોરોના બાદ અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માંગે છે. બજેટ ભાષણમાં નાણાપ્રધાનએ આરબીઆઈની ડિજિટલ કરન્સી 'ડિજિટલ રૂપિ'ને દેશની અર્થવ્યવસ્થા માટે એક મોટું પગલું ગણાવ્યું હતું. તે બ્લોકચેન ટેક્નોલોજી સાથે આવશે. આ ડિજિટલ અર્થતંત્ર માટે જીવનરેખા બની રહેશે.

ડિજિટલ કરન્સી પર સરકારની યોજના

RBIએ પહેલા જ કહ્યું છે કે, તે ડિજિટલ કરન્સી સાથે આવી રહી છે. તેને તબક્કાવાર લાવવામાં આવશે. સેન્ટ્રલ બેંક તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે હોલસેલ, રિટેલ સેક્ટરમાં લાવશે. તેનું નામ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) છે.

આ પણ વાચો: Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે

ક્રિપ્ટોકરન્સી પર કોઈ બિલ નહોતું

કેન્દ્ર સરકારની અગાઉની યોજના સંસદમાં ક્રિપ્ટોકરન્સી (Tax on Crypto currency) પર બિલ લાવવાની હતી. આ માટે 'ધી ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021' રજૂ કરવામાં આવનાર હતું. બિલમાં તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કાયદાનો ભંગ કરવા બદલ વોરંટ વિના ધરપકડની જોગવાઈની વાત થઈ હતી, જેમાં જામીન ન મળવાની પણ વાત છે. RBIની સત્તાવાર ડિજિટલ કરન્સી માટે પણ એક માળખું તૈયાર કરવાનું હતું. કેબિનેટની મંજુરી બાદ તેને સંસદમાં લાવવાની હતી, પરંતુ આ થઈ શક્યું નહીં. કેબિનેટમાં આ અંગે કોઈ સહમતિ બની શકી નથી. કારણ એ હતું કે, ક્રિપ્ટો એક્સચેન્જો અને નિષ્ણાતોએ ક્રિપ્ટો પર વચગાળાના જામીન શોધવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાચો: Budget Defence Sector: 65 ટકા સ્વદેશી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ બજેટ

RBIની ડિજિટલ કરન્સી 'ડિજિટલ રૂપિ'ની જાહેરાતની બજાર પર અસર

સરકાર ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર 30% ટેક્સ (TDS on digital currency) વસૂલશે. સ્થાનિક ક્રિપ્ટો એક્સચેન્જ પર ક્રિપ્ટો કરન્સીમાં ઉછાળો આવ્યો છે. બિટકોઈનમાં જબરદસ્ત 2.50%નો વધારો થયો છે. હવે તેની કિંમત 30.50 લાખ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.

Budget 2022 : વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30 ટકા ટેક્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.