- છેલ્લા 3 દિવસથી દેશમાં વધી રહ્યા છે કોરોના કેસ
- આજે 48,786 નવા કેસો નોંધાયા
- 1,005 લોકો મૃત્યું પામ્યા
હૈદરાબાદ: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Union Ministry of Health and Family Welfare) જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 48,786 કેસો નોંધાયા હતા. દેશમાં કોવિડ-19 (COVID-19) ના કેસની કુલ સંખ્યા હવે 3,04,11,634 છે. વધુ 1,005 લોકોના મૃત્યું સાથે મૃતઆંક વધીને 3,99,459 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં 5,23,257 સક્રિય કેસ છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા, 3 દર્દીના મોત
કેટલા લોકોને રજા આપવામાં આવી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 61,588 લોકોને રજા આપવામાં આવી છે, અત્યાર સુધી 2,94,88,918 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશભરમાં નેશનવાઇડ રસીકરણ ડ્રાઇવ અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ 33,57,16,019 લોકોને રસી આપવામાં આવી છે. ગઈ કાલે દેશમાં 45,951 કેસો નોંધાયા હતા.