નવી દિલ્હી: ભારતમાં (Corona Case In India) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,35,532 નવા કેસ નોંધાયા છે. આ પહેલા દેશમાં કોરોના વાયરસના 2 લાખ 85 થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 871 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર દેશમાં હાલમાં 20,04,333 સક્રિય કેસ છે. દૈનિક હકારાત્મકતા દર 13.39 ટકા છે.
આ પણ વાંચો: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા
ભારતમાં એક દિવસમાં કોરોનાના 2,51,209 નવા કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,51,209 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,06,22,709 થઈ ગઈ છે. શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર સંક્રમણથી વધુ 627 લોકોના મોત થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 4,92,327 થઈ ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ માટે વધુ એક જાહેરનામું: આ તારીખ સુધી કર્ફ્યૂનો અમલ યથાવત
દેશમાં 21,05,611 કોરોનાના દર્દી સારવાર હેઠળ
દેશમાં હાલમાં 21,05,611 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે, જે કોરોના સંક્રમણના કુલ કેસના 5.18 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 96,861નો ઘટાડો નોંધાયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 93.60 ટકા છે.