નવી દિલ્હી: ભારતે ODI શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ (IND vs SA 3rd ODI) માં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે (india win by 7 wickets) હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે 12 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા (India beat South Africa in ODI) સામે ઘરઆંગણે વનડે શ્રેણી જીતી છે. આ પહેલા 2010માં ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત સીરિઝ 2-1થી જીતી હતી.
આફ્રિકાનો ચોથો સૌથી ઓછો સ્કોર: ભારતે ટોસ જીતીને (IND vs SA 3rd ODI) પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમે માત્ર 99 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 100 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. 2019 વર્લ્ડકપ બાદ ODIમાં દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે. એકંદરે, આ દક્ષિણ આફ્રિકાનો ચોથો સૌથી ઓછો સ્કોર છે. ભારત તરફથી કુલદિપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારત તરફથી સૌથી વધુ 49 રન શુભમન ગિલે બનાવ્યા હતા. આ સિવાય શાહબાઝ અહેમદ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 2-2 વિકેટ મળી હતી.
-
For his terrific 4-wicket haul, @imkuldeep18 bags the Player of the Match award in the #INDvSA decider 👏👏#TeamIndia pic.twitter.com/L8Oa6EI0Mf
— BCCI (@BCCI) October 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">For his terrific 4-wicket haul, @imkuldeep18 bags the Player of the Match award in the #INDvSA decider 👏👏#TeamIndia pic.twitter.com/L8Oa6EI0Mf
— BCCI (@BCCI) October 11, 2022For his terrific 4-wicket haul, @imkuldeep18 bags the Player of the Match award in the #INDvSA decider 👏👏#TeamIndia pic.twitter.com/L8Oa6EI0Mf
— BCCI (@BCCI) October 11, 2022
ભારતની આ સૌથી મોટી જીત: દક્ષિણ આફ્રિકાના 100 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે ઓપનર શુભમન ગિલ 49 રનની મદદથી 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 105 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 23 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ સૌથી મોટી જીત છે. યજમાનોએ 185 બોલ બાકી રાખીને જીત મેળવી હતી, જ્યારે અગાઉ 4 ફેબ્રુઆરી, 2018ના રોજ સેન્ચુરિયન ખાતે આ ટીમને 177 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. આ વર્ષે ભારતની આ 38મી આંતરરાષ્ટ્રીય જીત છે. તેણે 2003 માં સિદ્ધિ હાંસલ કરીને 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીતના ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, યેનેમન મલાન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર (કેપ્ટન), માર્કો જેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, બજોર્ન ફોર્ટ્યુઈન, લુંગી એનગીડી, એનરિક નોર્ટ્યા.