ETV Bharat / bharat

રશિયાના ઠરાવ પર ભારત સહિત 13 દેશો UNSCમાં રહ્યા હતા ગેરહાજર - UN જનરલ એસેમ્બલી

યુક્રેનમાં માનવતાવાદી સંકટ પર રશિયા દ્વારા પસાર કરાયેલા ઠરાવ પર ભારત સહિત 13 દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (United Nations Security Council) ગેરહાજર રહ્યા હતા.

રશિયાના ઠરાવ પર ભારત સહિત 13 દેશો UNSCમાં રહ્યા હતા ગેરહાજર

author img

By

Published : Mar 24, 2022, 10:07 AM IST

યુનાઈટેડ નેશન્સ: યુક્રેનમાં માનવતાવાદી કટોકટી પર રશિયાના ઠરાવ પર ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (United Nations Security Council) અન્ય 12 સભ્ય દેશો ગેરહાજર હતા. પરિણામે સુરક્ષા પરિષદ (Security Council) બુધવારે એક રશિયન ઠરાવ પસાર કરી શક્યું ન હતું. જેમાં યુક્રેનની વધતી જતી માનવતાવાદી જરૂરિયાતોને સ્વીકારવામાં આવી હતી, પરંતુ રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

આ પણ વાંચો: રશિયાએ UNSCમાં યુક્રેન પરના હુમલાની નિંદા કરતા ઠરાવને વીટો કર્યો - ભારત, ચીન, UAE નું નરોવા કુંજરોવા

રશિયાને માત્ર તેના સાથી ચીનનું સમર્થન મળ્યું હતું : રશિયાને ઠરાવ પસાર કરવા માટે 15-સભ્યોની સુરક્ષા પરિષદમાં (Security Council) ઓછામાં ઓછા નવ મતોની જરૂર હતી, તેમજ અન્ય ચાર કાયમી સભ્યો, US, બ્રિટન, ફ્રાન્સ અને ચીનમાંથી કોઈ પણ 'વીટો'નો ઉપયોગ ન કરે તે જરૂરી હતું. જોકે, રશિયાને માત્ર તેના સાથી ચીનનું સમર્થન મળ્યું હતું, જ્યારે ભારત સહિત અન્ય 13 કાઉન્સિલ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાની મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.

માનવતાવાદી કટોકટી માટે રશિયાની આક્રમકતા જવાબદાર : UN જનરલ એસેમ્બલીએ (UN General Assembly) યુક્રેન અને અન્ય બે ડઝન દેશો દ્વારા તૈયાર કરેલા ઠરાવ પર વિચારણા કરવાનું શરૂ કર્યું છે. લગભગ 100 દેશો દ્વારા સહ-પ્રાયોજિત ઠરાવ સ્પષ્ટપણે જણાવે છે કે, વધતી માનવતાવાદી કટોકટી માટે રશિયાની આક્રમકતા જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી નેબેન્ઝિયાએ મતદાન પહેલાં સુરક્ષા પરિષદને (Security Council) જણાવ્યું હતું કે, તેમનો ઠરાવ "રાજકીય નથી," પરંતુ અન્ય સુરક્ષા પરિષદના માનવતાવાદી ઠરાવો જેવો હતો. તેમણે અમેરિકાના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો કે રશિયાને આવી દરખાસ્ત કરવાનો કોઈ અધિકાર નથી

આ પણ વાંચો: વીટોના ​​ઉપયોગને કારણે UNSC તેની જવાબદારીઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું : G4

કાઉન્સિલના સભ્યોએ માનવતાવાદી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ : સંયુક્ત રાષ્ટ્રમાં US એમ્બેસેડર લિન્ડા થોમસે કહ્યું કે, રશિયા "તેના ક્રૂર કૃત્યોને છુપાવવા માટે આ કાઉન્સિલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે," પરંતુ સ્પષ્ટતા કરી કે કાઉન્સિલના સભ્યોએ માનવતાવાદી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને "રાજકીય મતભેદો દૂર કરવા" અને સર્વસંમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમજ માનવતાવાદી સંકટનો સામનો કરવા માટે સકારાત્મક અને વ્યવહારુ પ્રયાસો કરવા જોઈએ. ફ્રાન્સના રાજદૂત નિકોલસ ડી રિવિરે દરખાસ્તને "યુક્રેન સામેના તેના આક્રમણને ન્યાયી ઠેરવવાના રશિયાના માર્ગોમાંથી એક" તરીકે વર્ણવ્યું હતું. મેક્સિકોના રાજદૂત જુઆન રામોન ડે લા ફુએન્ટે જણાવ્યું હતું કે રશિયન પ્રસ્તાવને "ગ્રાઉન્ડ રિયાલિટી" અથવા "માનવતાવાદી જરૂરિયાતો" સાથે કોઈ લેવાદેવા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.