ગુવાહાટી: સૂર્યકુમાર યાદવ અને ઓપનર લોકેશ રાહુલની આક્રમક અડધી સદીની મદદથી ભારતે બીજી ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 16 રને હરાવ્યું છે(India beat South Africa by 16 runs). આ સાથે જ ભારતે શ્રેણી પર કબજો કર્યો છે(India defeated South Africa in the T20 series). ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 237 રન બનાવ્યા હતા(India score in second T20 score) જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 221 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ તેની ધરતી પર પ્રથમ વખત સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ જીતી છે.
સુર્ય કુમારની વિસફોટક બેટિંગ સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની ઈનિંગ દરમિયાન પાંચ સિક્સર અને આટલા ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની અડધી સદી 18 બોલમાં પૂરી કરી, જે ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી છે. તેણે વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 43 બોલમાં 102 રનની ભાગીદારી પણ કરી હતી. કોહલીએ 28 બોલમાં અણનમ 49 રનની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેણે T20 કરિયરમાં 11,000 રન પૂરા કર્યા. રાહુલે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા અને શરૂઆતની વિકેટ માટે કેપ્ટન રોહિત શર્મા સાથે 10 ઓવરમાં 96 રનની ભાગીદારી કરી હતી.
ભારતે શ્રેણી જીતી ભારતીય ટીમે પોતાની ઇનિંગમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે, કેશવ મહારાજે ચાર ઓવરમાં માત્ર 23 રન આપ્યા અને બે વિકેટ લીધી. રબાડા, વેઈન પાર્નેલ અને લુંગી એનગિડીએ તેમની ચાર ઓવરના ક્વોટામાં 57, 54 અને 49 રન આપ્યા. એનરિચ નોરખિયાએ ત્રણ ઓવરમાં 41 રન આપ્યા હતા. ટોસ હાર્યા બાદ જ્યારે તેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે છેલ્લી કેટલીક મેચોમાં તેની ધીમી ઈનિંગ્સ માટે ટીકાનો ભોગ બનેલા રાહુલે પહેલા જ બોલમાં જ રબાડા સામે ચોગ્ગો ફટકાર્યો હતો.