- વર્ક ફ્રોમ હોમમાં લોકો કરી રહ્યા છે નવી એપ્લીકેશનનો યુઝ
- મનોરજંનની એપ્લીકેશની બજારમાં રહી બોલબાલા
- ભારતમાં ટીકટોક, ફેસબુક, યુટ્યુબ જેવી એપ્લીકેશન થઈ સૌથી વધુ ડાઉનલોડ
ન્યુઝ ડેસ્ક: આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં, યુ.એસ., તુર્કી, મેક્સિકો અને ભારતના લોકોએ એપ્લિકેશનનો પર ચાર-ચાર કલાક વિતાવ્યા હતા. બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાના લોકો પાંચ કલાકથી પણ વધુ સમય એપ્લીકેશન પર પસાર કરે છે.
વર્ક ફ્રોમ હોમમાં લોકો વાપરી રહ્યા છે નવી એપ્લીકેશન
એપ્લિકેશન એનાલિટિક્સ કંપની એપ એનીએ એક રીપોર્ટમાં જણાવ્યું છે કે આપણે એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યારે અર્થતંત્રની ગતિ ધીમી થઈ રહી છે વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અમારા નવા ડેટામાં, તે બહાર આવ્યું છે કે લોકો હવે પહેલા કરતાં એપ્લિકેશન્સ પર વધુ સમય વિતાવી રહ્યા છે અને કેટલાક દેશોમાં આ સમયગાળો પાંચ કલાકથી વધુનો છે.
આ પણ વાંચો : આત્મનિર્ભર ભારત અભિયાનઃ કચ્છના યુવકે બનાવી ટીકટોકને ટક્કર આપતી યો ઈન્ડિયા એપ
ટીકટોક-ફેસબુક જેવી એપ્લીકેશનો થઈ સૌથી વધુ ડાઉનલોડ
જાન્યુઆરીથી માર્ચની વચ્ચેના સમયગાળામાં, એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ટિકટોક, યુટ્યુબ અને ફેસબુક જેવી એપ્લીકેશનો સૌથી વધુ ડાઉનલોડ કરી હતી અને આ એપ્લિકેશનો લોકોએ પોતાનો મોટાભાગનો સમય પસાર કર્યો હતો. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમી દેશોના બજારોમાં સિગ્નલ અને ટેલીગ્રામ પર વધુ જોર જોવા મળ્યું. સિગ્નલના વપરાશની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સ પહેલા નંબરે છે અને ચોથા નંબરે યુ.એસ. છે અને નવામાં નંબરે બ્રિટેન છેઅને અમેરિકામાં સાતમા નંબરે છે.
આ પણ વાંચો : TikTok, SHAREIT જેવી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ, જાણો શ્રેષ્ઠ વિકલ્પ
ભારતમાં ટીકટોકનો વિકલ્પ
જો આપણે ભારતની વાત કરીએ તો ટિકટોક માટે વૈકલ્પિક એપ્લિકેશન તરીકે ઉભરેલા MX ટકાટક પણ જાન્યુઆરીથી માર્ચ દરમિયાનના ક્વાર્ટરમાં એક ઝડપી ઉભરતી એપ્લિકેશન તરીકે ઉભરી આવી હતી. ભારતમાં ટિકટોક સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રમશ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા.