ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં પુત્રીના પ્રેમ સંબંધથી કંટાળી પિતાએ પુત્રીનું ગળું કાપી હત્યા કરી - હત્યા

ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં હૃદય કંપાવી દેનારી ઘટના બની છે. અહીં એક પિતાએ જ પોતાની પુત્રીનું ગળું કાપી તેની હત્યા કરી નાખી છે. હત્યારા પિતાએ જાહેરમાં જ પુત્રીની હત્યા કરી દેતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઉત્તરપ્રદેશમાં પુત્રીના પ્રેમ સંબંધથી કંટાળી પિતાએ પુત્રીનું ગળું કાપી હત્યા કરી

author img

By

Published : Mar 4, 2021, 8:56 AM IST

  • ઉત્તરપ્રદેશમાં હરદોઈના પાંડેય તારા ગામની ઘટના
  • પિતાએ પુત્રીના પ્રેમ સંબંધના કારણે તેની હત્યા કરી
  • પિતાએ પુત્રી અને તેના પ્રેમી બંનેની હત્યાની યોજના બનાવી હતી

ઉત્તરપ્રદેશઃ હરદોઈ જિલ્લામાં પિતાએ પોતાની પુત્રીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના હરદોઈના પાંડેય તારા ગામની છે. અહીં રહેતો સર્વેશ કુમારે પોતાની 17 વર્ષની બાળકીનું ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારો પિતા પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પુત્રીના પ્રેમ સંબંધથી કંટાળી પિતાએ પુત્રીની હત્યા કરી

આ અંગે મળતી માહિતી અનુસાર, સર્વેશ કુમારની મૃતક પુત્રીના તેના પિતરાઈ ભાઈ આદેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંનેને તેના પિતાએ એક સાથે જોઈ લીધા હતા, જેના કારણે સર્વેશ નારાજ હતો. જોકે, ત્યારબાદ સર્વેશે તેની પુત્રી અને તેના પ્રેમી બંનેની હત્યાની યોજના બનાવી હતી. તે સમયે જ તેની પુત્રી ઘરમાં એકલી હોવાથી સર્વેશે તેની હત્યા કરી દીધી હતી. જોકે, આરોપી પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.