ETV Bharat / bharat

IMA POP: યૂપીના સૌથી વધુ જીસી, ઉત્તરાખંડના પણ 37 કેડેટ બનશે લેફ્ટનન્ટ - પાસિંગ આઉટ પરેડ

શનિવાર 12 જૂન 2021ના ​​રોજ ભારતીય સૈન્ય એકેડેમીમાંથી 341 ભારતીય અને 84 વિદેશી કેડેટ પાસ થશે. મહત્તમ સંખ્યામાં ભારતીય કેડેટ્સમાં ઉત્તર પ્રદેશના 66 જેન્ટલમેન કેડેટ્સ શામેલ છે. ઉત્તરાખંડના 37 કેડેટ પણ અધિકારી બનશે

IMA POP: યૂપીના સૌથી વધુ જીસી, ઉત્તરાખંડના પણ 37 કેડેટ બનશે લેફ્ટનન્ટ

author img

By

Published : Jun 12, 2021, 10:36 AM IST

  • ઉત્તરાખંડના 37 જેન્ટલમેન કેડેટ્સ શામેલ છે
  • 341 ભારતીય અને 84 વિદેશી કેડેટ પાસ થઈને અધિકારી બનશે
  • એકેડેમીમાં ઉત્તરાખંડના યુવાનોની સારી સંખ્યા છે

દહેરાદૂન: ભારતીય સૈન્ય એકેડેમી(Indian Military Academy) માં 12 જૂને પાસ થયેલા જેન્ટલમેન કેડેટ્સ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ ભારતીય સૈન્યનો ભાગ હશે. આ વખતે 341 ભારતીય અને 84 વિદેશી કેડેટ પાસ થઈને અધિકારી બનશે. વિશેષ વાત એ છે કે, ભારતીય સેનામાં અધિકારી બનવા જઇ રહેલા ઉત્તરાખંડના 37 જેન્ટલમેન કેડેટ્સ શામેલ છે.

IMA POP: યૂપીના સૌથી વધુ જીસી, ઉત્તરાખંડના પણ 37 કેડેટ બનશે લેફ્ટનન્ટ

આ પણ વાંચોઃ સુરત રિટાયર પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટનન્ટ ઓફિસર

દેશની સેવામાં ઉત્તરાખંડના યુવાનોનું નામ હંમેશાં મોખરે છે

દેશની સેવામાં ઉત્તરાખંડના યુવાનોનું નામ હંમેશાં મોખરે રહ્યું છે. ભારતીય સૈન્ય એકેડેમીમાં પણ ઉત્તરાખંડના જેન્ટલમેન કેડેટ્સ મોટી સંખ્યામાં તાલીમ પૂર્ણ કર્યા પછી ભારતીય સૈન્યમાં જોડાયા છે. એક નાનું પર્વતીય રાજ્ય હોવા છતાં, એકેડેમીમાં ઉત્તરાખંડના યુવાનોની સારી સંખ્યા છે. આવી સ્થિતિમાં જોવા જઇએ તો દેશ સેવામાં દેવભૂમિના બહાદુર લોકોનો કોઈ મેળ ખાતો નથી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 66 જેન્ટલમેન કેડેટ્સ પાસ થયા

આ વખતે પણ 341 જેન્ટલમેન કેડેટ્સમાંથી 37 કેડેટ ઉત્તરાખંડના છે. જો દેશભરમાં જોવામાં આવે તો, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 66 જેન્ટલમેન કેડેટ્સ પાસ થયા છે. હરિયાણા બીજા નંબરે છે, જ્યાંથી 38 જેન્ટલમેન કેડેટ્સ દેશની સેનામાં જોડાશે. આ રીતે, ઉત્તરાખંડ રાજ્ય દેશમાં ત્રીજા સ્થાને છે. જ્યાંથી 37 કેડેટ પાસ આઉટ થઇને સેનામાં અધિકારીઓ બનશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ ઉત્તરાખંડના નાગામાં સૈનિક સભા યોજી

અલગ-અલગ રાજ્યોમાંથી જેન્ટલમેન કેડેટ્સ ભારતીય સેનામાં જોડાશે

બાકીના રાજ્યોની વાત કરીએ તો, પંજાબના 32, બિહારના 29, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 18, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 16, મધ્યપ્રદેશના 14, પશ્ચિમ બંગાળના 10, કેરળના 7, ઝારખંડ અને મણિપુરના 5, મૂળ નેપાળ નિવાસી બે ભારતીય, બે તેલંગણાના, જ્યારે આંધ્ર પ્રદેશ, આસામ, ચંદીગઢ, ગુજરાત, ગોવા, કર્ણાટક, લદ્દાખ, ઓરિસ્સા, તામિલનાડુ અને ત્રિપુરાના 1-1 જેન્ટલમેન કેડેટ્સ ભારતીય સેનામાં જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.