ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.48 લાખ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ થોડા ઘટી રહ્યા છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,48,421 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,33,40,938 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4,205 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 2,54,197 થઈ છે. જ્યારે દેશમાં અત્યારે કોરોનાના કુલ 37,04,099 સક્રિય કેસ છે. તો દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 1,93,82,642 પહોંચી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.48 લાખ કેસ નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.48 લાખ કેસ નોંધાયા
author img

By

Published : May 12, 2021, 12:18 PM IST

  • દેશમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે
  • દેશમાં કોરોનાના કુલ 37 લાખ સક્રિય કેસ છે
  • દેશમાં 24 કલાકમાં કોરોનાના 3.48 લાખ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે. જ્યારે 4,205 લોકોના મોત થયા છે. દેશમાં અત્યારે કોરોનાના કુલ 37,04,099 સક્રિય કેસ છે.

આ પણ વાંચોઃ કોરોના સામે લડવામાં અમેરિકા ભારતની સાથે મળીને કામ કરી રહ્યું છેઃ વ્હાઈટ હાઉસ

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન અનેક રાજ્યો સાથે બેઠક યોજશે

દેશના અનેક રાજ્યોએ કોરોનાને અટકાવવા કરફ્યૂ અને લૉકડાઉન કર્યું છે. ત્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં પણ કોરોના કરફ્યૂ લગાવવામાં આવ્યું છે. તો મહારાષ્ટ્રના નાગપુરમાં કેટલાક કેન્દ્રો પર વેક્સિન ન હોવાના કારણે વેક્સિનેશન પ્રક્રિયા થંભી ગઈ હતી. તો આ તરફ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન આજે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજશે. જ્યારે મહારાષ્ટ્રમાં 15 મે સુધી લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કોડીનારના દેવળી, સિંધાજ અને આલિદર ગામે 970 લોકો કોરોનાગ્રસ્ત

દેશમાં 17.52 કરોડ લોકોનું વેક્સિનેશન પૂર્ણ

કોરોનાના કારણે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ કરફ્યૂ લગાવાયું છે. અહીંના લોકો કહી રહ્યા છે કે, સરકારે લૉકડાઉનમાં કેટલીક છૂટ આપવી જોઈએ. એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ વેક્સિનેશને પણ ગતિ પકડી છે. દેશભરમાં અત્યાર સુધી 17,52,35,991 લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.