સાંગલીઃ શિરાલા કોર્ટે (Shirala Court) મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Sangli Court Issues Non Bailable Warrant To Raj Thackeray) વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. શિરાલા કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ અગાઉ પણ વોરંટ જારી કર્યું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા. તેથી કોર્ટે ફરીથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ મામલામાં આગામી સુનાવણી 11 જુલાઈએ થશે.
આ પણ વાંચો: નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થળો માટે 'ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન'ને મળી મંજૂરી
શિરાલા સેશન્સ કોર્ટ : ગુરુવારે સુનાવણી દરમિયાન MNS નેતા શિરીષ પારકર કોર્ટમાં હાજર થયા, જેથી કોર્ટે તેમનું બિનજામીનપાત્ર વોરંટરદ કર્યું. 2008માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા રેલ્વે ભરતીને લઈને એક આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ MNS જિલ્લા અધ્યક્ષ તાનાજી સાવંતના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ શિરાલાના શેડગેવાડીમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં શિરાલા પોલીસ સ્ટેશને MNS પ્રમુખ રાજ ઠાકરે, જિલ્લા અધ્યક્ષ તાનાજી સાવંત, શિરીષ પારકર અને અન્ય કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસની સુનાવણી હજુ શિરાલા સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે.
કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા : ગત સુનાવણીમાં કોર્ટે આ કેસમાં આરોપી નેતાઓને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ રાજ ઠાકરે, શિરીષ પારકર અને અન્ય કાર્યકરોને કોર્ટની તારીખથી વારંવાર ગેરહાજર રહેવા બદલ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં રાજ ઠાકરે ગેરહાજર રહ્યા હતા, જેથી કોર્ટે તેમની સામે ફરીથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
બીડની પારલી કોર્ટે : અગાઉ જાન્યુઆરીમાં પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીડની પારલી કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. બીડની પારલી કોર્ટે પણ લગભગ 5 ગેરહાજર રહ્યા બાદ મે મહિનામાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
આ પણ વાંચો: Presidential Election 2022 : આજેરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કરશે જાહેર
રાજ ઠાકરેની ધરપકડને લઈને MNS કાર્યકર્તાઓ રોષે ભરાયા : 2008 માં, MNS વડાએ નોકરીમાં સ્થાનિક લોકોને મહત્વ આપવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું હતું. MNS કાર્યકર્તાઓએ અન્ય રાજ્યોમાંથી આવેલા ઉમેદવારોને માર માર્યો હતો. આ પછી રાજ ઠાકરેની ધરપકડને લઈને MNS કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. ત્યારપછી રાજ ઠાકરે વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ અનેક જિલ્લાઓમાં કેસ નોંધવામાં આવ્યો હતો.