ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન

દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશમાં રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ 15 એપ્રિલે કોરોના સંક્રમિત થયા હતા. તેમને રાજનીતિ વારસામાં મળી હતી. તેમના પિતા અમરસિંહ રાઠોડ સ્વતંત્રતા સંગ્રામના સૈનિક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન
author img

By

Published : May 3, 2021, 9:06 AM IST

  • કોરોનાએ વધુ એક વરિષ્ઠ નેતાનો ભોગ લીધો
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાથી મોત
  • બ્રિજેન્દ્રસિંહ 15 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા

ભોપાલઃ કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું રવિવારે કોરોનાના કારણે નિધન થયું છે. 15 એપ્રિલે તેઓ કોરોના સંક્રમિત થતા તેઓ સારવાર હેઠળ હતા. બ્રિજેન્દ્રસિંહ ટિકમગઢ અને નિવાડી જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહ્યા છે. તેમણે પાર્ટીના પાયાના પદથી લઈ પ્રધાન સુધીના પદ પર કામ કર્યું હતું. તેઓ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કમલનાથ સરકારમાં પણ તેઓ વાણિજ્યિક પ્રધાન હતા.

આ પણ વાંચોઃ થામણા ગામના સરપંચ રેખાબેન પટેલનું કોવિડની સારવાર દરમિયાન મોત

બ્રિજેન્દ્રસિંહને રાજનીતિ વારસામાં મળી હતી

બ્રિજેન્દ્રસિંહ રાઠોડને રાજનીતિ વારસામાં મળી હતી. તેમના પિતા અમરસિંહ રાઠોડ સ્વતંત્રતા સંગ્રામના સૈનિક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. બ્રિજેન્દ્રસિંહે પોતાની રાજકીય કારકિર્દી વર્ષ 1982માં જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે કરી હતી. તેઓ વર્ષ 1983-84માં જનપદ અધ્યક્ષ અને જિલ્લા કેન્દ્રિય સહકારી બેન્કના સંચાલક હતા. વર્ષ 1986માં તેંદુપત્તા સંઘ અને મધ્યપ્રદેશ અપેક્સ બેન્ક સંઘના સંચાલક અને જિલ્લા યુવક કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે હાર્યા જંગ

બ્રિજેન્દ્રસિંહ 1993માં પહેલી વખત 10મી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા

બ્રિજેન્દ્રસિંહ વર્ષ 1992માં જિલ્લા કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બન્યા હતા. તેઓ વર્ષ 1993માં પહેલી વખત 10મી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ ધારાસભ્ય ક્લબ મધ્યપ્રદેશ પરિવહન વિભાગની સલાહકાર સમિતિ અને સાગર વિશ્વવિદ્યાલયના કાઉન્સેલિંગ સભ્યા પણ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.