- દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,870નવા કોરોના કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 378 લોકોના મૃત્યુ
- મંગળવારે કોરોનાના 54,13,332 ડોઝ આપવામાં આવ્યા
ન્યુઝ ડેસ્ક: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,870 કેસ નોંધાયા છે. 200 દિવસોમાં સતત બીજા દિવસે, ભારતમાં દૈનિક 20,000 થી પણ ઓછા કોવિડ કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં એક્ટીવ કેસ 2,82,520 છે.
આ પણ વાંચો : શું અમે તમને પંજાબની ટીકિટ કરવી આપીએ પ્રિયંકા : BJP
378 લોકોના કોરોનાને કારણે મૃત્યુ
સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ છેલ્લા 378 મૃત્યુ થયા હતા, આ આંકડા સાથે સાથે મૃત્યુઆંક 4,47,751 પર પહોંચી ગયો છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં કેરળમાં 11,196 કેસ અને 149 મૃત્યુ નોંધાયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો : Heavy Rain In Maharashtra : વીજળી પડવાથી 13 ના મોત, 560 ને બચાવાયા
મંગળવારે 54,13,332 ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં સંચાલિત સંચિત COVID-19 રસી ડોઝ 87.66 કરોડ (87,66,63,490) ને વટાવી ગઈ છે. તેમાંથી મંગળવારે 54,13,332 ડોઝ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, 27 સપ્ટેમ્બર સુધી કુલ 56,74,50,185 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી મંગળવારે 15,04,713 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.