નીલગિરિસ: તમિલનાડુ પોલીસે લગ્નેતર સંબંધ જાળવવા માટે પોતાના જ બાળકની નિર્દયતાથી હત્યા (Mother killed her child) કરનાર માતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 14 ફેબ્રુઆરીએ ઉટીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક બાળકનું મોત થયું હતું. તે સમયે માતાએ કહ્યું હતું કે, બાળક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. પોલીસને બાળકના મોતની શંકા જતાં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: હળવદમાં 10 વર્ષના બાળકની હત્યા કરનાર સાવકી માતા જેલ હવાલે
પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા સત્યો સામે આવ્યા : પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા સત્યો સામે આવ્યા છે. વાસ્તવમાં એકબીજાની વચ્ચે અણબનાવને કારણે મહિલાને તેના પહેલા પતિએ છોડી દીધી હતી. જે બાદ મહિલાએ અન્ય પુરૂષ સાથે લગ્નેતર સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેણીને બીજા પતિ કરતા વધુ સારું ન મળ્યું અને તેને છોડીને તે ત્રીજા વ્યક્તિ સાથે રહેવા લાગી હતી.
આ પણ વાંચો: Murder of a child in Surat : સચીનમાં પાડોશીએ બાળકનું અપહરણ કરી હત્યા કરી, શું છે મામલો જાણો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્યનો થયો ખુલાસો : પોલીસનું કહેવું છે કે આ સિવાય તે સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણા પુરુષોના સંપર્કમાં હતી. આ બધા કારણોસર તે હંમેશા સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેતી હતી. તેને લાગ્યું કે તેનું એક વર્ષનું બાળક આ બધામાં અડચણરૂપ બની રહ્યું છે, તેથી તેણે જાણી જોઈને પોતાના જ બાળકને મારી નાખ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, 'તેણે બાળકને ઘણું બધું ખવડાવ્યું, તેને દારૂ પીવડાવ્યો, તેને ખૂબ માર્યો, ત્યારબાદ બાળકનું શ્વાસ રૂંધાવાથી દર્દનાક મોત થયું.'