1. સુરતમાં આજે રિજિનલ વેક્સીન સ્ટોરમાં વધુ 83,000 વેકસીન ડોઝ આવશે
સુરત રિજિનલ વેક્સીન સ્ટોરમાં આજે વધુ 83,000 વેકસીન આવશે, તો આ પહેલા 93,500 વેકસીનનો જથ્થો બાય રોડ આવ્યો હતો
2. ગૃહપ્રધાન અમિત શાહ આજે આંધ્રપ્રદેશના સીએમ સાથે કરશે મુલાકાત
ગૃહપ્રધાન અમિત શાહ આજે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરશે.
3. આજથી દરરોજ થશે મુંબઈ - દિલ્હી એક્સપ્રેસનું પરિચાલન
આજથી દરરોજ થશે મુંબઈ - દિલ્હી એક્સપ્રેસનું પરિચાલન થશે.
4. ભારતની બાંગ્લાદેશને ગિફ્ટ, ભારત નિભાવશે પાડોશી ધર્મ
ભારતમાંથી કોરોના રસી પહોંચશે પાડોશી દેશ બાંગ્લાદેશમાં. કોરોના રસી કોવિશિલ્ડના 20 લાખ ડોઝ કાલે એટલે કે બુધવારે બાંગ્લાદેશ પહોંચશે.
5. ખેડૂત અને સરકાર વચ્ચે થનારી આજની બેઠક ટળી
આજે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક થવાની હતી, જે મુલતવી રાખવામાં આવી છે. આ બેઠક હવે આવતી કાલે એટલે કે 20 જાન્યુઆરીના રોજ થશે.
6. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો આજે જન્મદિવસ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલનો આજે જન્મદિવસ છે. અજીત ડોભા દેશના પાંચમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.
7. મધ્યપ્રદેશમાં આજે શિવરાજ કેબિનેટ બેઠક
મધ્યપ્રદેશમાં આજે મુખ્યપ્રધાન શિવારાજ સિંહ ચૌહાણ આજે કેબિનેટ બેઠક યોજશે.
8. ભારત અને ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ મેચનો પાંચમો દિવસ
ભારત અને ઓસ્ટ્રેલિયા ગાબા ટેસ્ટ મેચનો પાંચમો દિવસ, ભારતને જીત મેળવવા માટે 328 રન જરૂરી
9. 'તાંડવ' વેબ સિરિઝ પર વિવાદ વકર્યો, કંગના ટ્વિટ કરી રોષ વ્યક્ત કર્યો
તાંડવ વેબ સિરિઝ હાલ વિવાદથી ધેરાયેલી છે. કેટલાક મહાનુભાવો દ્વારા આ સીરિજ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામા આવી રહી છે. એવામાં કંગના રનૌતે પણ રોષ વ્યક્ત કર્યો છે. આ સિરિઝ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
10. ખેડૂત આંદોલનનો આજે 56 મો દિવસ
દેશના ખેડૂતો લગભગ 2 મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. આ મુદ્દે સરકાર સાથે આઠ વાર બેઠક કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતો પોતાની રીતે આંદોલનને વધુ તેજ બનાવવામાં લાગી ગયા છે.