હૈદરાબાદ: હિન્દુ ધર્મમાં (Hindu Religion Amavasya) સોમવતી અમાસનું એક ખાસ મહત્ત્વ હોય છે. આ વર્ષે સોમવતી અમાસ તારીખ 30 મેના રોજ આવે છે. આ દિવસે સોમવાર આવે છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે. હિન્દુ ધર્મ (Hindu Religion Puran) શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું (Donation At Amavasya) ખાસ મહત્ત્વ છે. એવું પણ કહેવામાં આવે છે કે, આ દિવસે નદીમાં સ્નાન કરીને દાન કરવાથી જીવનમાં ક્યારેય દરિદ્રતા (Blessing for Good life) આવતી નથી. આ સાથે પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ અમાસ શિવજીને સમર્પિત (Shiv pooja At Amavasya) છે. તેથી દેશભરમાં મનાવાય છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે તે ઉપવાસ કરે છે.
આ પણ વાંચો: કરવા ચોથઃ પતિના દિર્ઘાયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે નકોરડો ઉપવાસ
પિતૃ આશિષ માટે યોગ્ય સમય: સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષને પાણી પીવડાવવાથી પિતૃ આશિષ પ્રાપ્ત થાય છે. આ દિવસે પાણી પીવડાવવાનું ખાસ મહત્ત્વ છે. આવું કરવાથી પિતૃ તૃપ્તિ થાય છે અને સારા આશીર્વાદ મળે છે. આ દિવસે શિવજીનો અભિષેક કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શિવલીંગ પર દૂધ અને દહીથી અભિષેક કરવો જોઈએ. સાથે થોડું મધ પણ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી બાકી રહેલા કામ ઝડપથી પૂરા થાય છે. આ ઉપરાંત પીપળાને ગંગાજળ ચડાવવાથી પિતૃ આશિષ મળે છે. ગંગાજળની સાથે કાળા તલ, ખાંડ, ચોખા, પાણી અને પુષ્પ અર્પણ કરવા જોઈએ અને 'ॐ पितृभ्य: नम:' નો જાપ કરવો જોઈએ.
આ પણ વાંચો: ગણેશચતુર્થી વિશેષઃ અભિનેત્રી હિના ખાને વાયરલ તસ્વીર અપલોડ કરી, ભારતની સંસ્કૃતિની કરાવી ઝાંખી
ગણશેપૂજા પણ કરી શકાય: આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુંની પૂજા પણ કરવામાં આવે છે. પીળા રંગના વસ્ત્રો અને હાથમાં પીળા રંગનો દોરો બાંધીને પૂજા કરવી જોઈએ. આ દિવસે ઘણા લોકો પીપળાની 108 પરિક્રમા પણ કરે છે. ગણેશપૂજા પણ કરી શકાય: આમ તો સોમવતી અમાસના દિવસે ગણેશપૂજા પણ કરી શકાય છે. જેનાથી વિદ્યા પ્રાપ્તિ થાય છે અને ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે. ગણેશજીને વિદ્યાના દેવ કહેવામાં આવ્યા છે. આ દિવસે એના પિતા શિવજી અને પુત્ર ગણેશની એક જ દિવસે પૂજા થાય છે. આ દિવસે ગણેશજીને લાડુંની સાથે સોપારી પણ અર્પણ કરવામાં આવે છે.