ETV Bharat / bharat

Meteorological Department : હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, પર્વતોમાં વધુ થશે બરફવર્ષા - રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેશે

આગામી બે-ત્રણ દિવસમાં પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર બિહાર અને ઉત્તર પ્રદેશમાં 14 જાન્યુઆરી સુધી વરસાદ પડશે. આ સિવાય પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાની આગાહી (Snowfall forecast in mountainous states) કરવામાં આવી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જશે. જેના કારણે ઠંડીમાં વધારો થવાની શકયતાઓ વધી છે.

Meteorological Department : હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, પર્વતોમાં વધુ થશે બરફવર્ષા

author img

By

Published : Jan 11, 2022, 9:31 AM IST

નવી દિલ્હીઃ ઠંડીથી ધ્રૂજતા ઉત્તર અને પૂર્વોત્તર ભારતના લોકોને હવે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે (Meteorological Department) 14 જાન્યુઆરી સુધી પૂર્વ અને આસપાસમાં આવેલા મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી (Rainfall forecast in Central India) કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર 14 જાન્યુઆરી સુધી બિહાર, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં વરસાદ પડશે. આ દરમિયાન આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ પડશે. આસામ અને મેઘાલય ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાંથી આવતા પવનોને કારણે હવામાનમાં પલટો આવશે

હવામાન વિભાગ (Meteorological Department) અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે હવામાનમાં પલટો આવશે. તેની અસર તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળશે. આ રાજ્યો પણ વાદળછાયું વાતાવરણ (states will have cloudy weather)રહેશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે

14મી જાન્યુઆરી પછી 3-4 દિવસ શુષ્ક હવામાન રહેશે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 16 જાન્યુઆરી સુધી શુષ્ક હવામાન રહેવાની અપેક્ષા છે. જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.

ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી સતત વધી

ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી સતત વધી રહી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. શિયાળાની મધ્યમાં વરસાદને કારણે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે.

આ પણ વાંચો:

બરફની ચાદરમાં ઢંકાયું બદ્રીનાથ, શૂન્યથી નીચે પહોંચ્યું તાપનામ

Cold In Gujarat 2021: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મહત્વની આગાહી, જાણો ક્યારે ઠંડી ઓછી થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.