ન્યુઝ ડેસ્કઃ મધ્ય પ્રદેશ ના રતલામ જિલ્લાના જાવરામાં પાઇપ ફેક્ટરીના ગોડાઉસમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના માટે 20 ફાયર બ્રિગેડ આગને બુઝાવવા માટે જુદા જુદા ફાયર સ્ટેશનથી આવ્યા હતા. આગનું કારણ અકબંધ છે, આ ગોડાઉન મોહન નગરમાં આવેલા છે , જ્યાં ખેતા કામ ઉપયોગ માટે રાખવામાં આવેલી પ્લાસ્ટિકની પાઇપ અને કેસીંગમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી.
ગેરકાયદે બનાવેલ ગોડાઉનમાં આગ
મોહન નગર એક ગેરકાયદે વસાહત છે અને અહીં પરવાનગી વગર ગોડાઉન બનાવવામાં આવ્યું છે, આગની માહિતીના આધારે નજીકના વિસ્તારોમાંથી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભયાનક આગને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વહીવટીતંત્રે આજુબાજુના ઘરો ખાલી કરાવ્યા હતા, મ્યુનિસિપલ કમિશનર કહ્યું કે ગોડાઉસ ગેરકાયદેસર છે, જેના પર એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 200 કરોડની વસૂલાત મામલે નોરા ફતેહીને EDનું તેડું, કરાઈ રહી છે પૂછપરછ
આ પણ વાંચોઃ ED જેકલિન ફર્નાન્ડિઝની ફરી પૂછપરછ કરશે, 15 ઓક્ટોબરે હાજર થવા માટે કહ્યું