અમદાવાદ: આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022એ (IIFL Wealth hurun Gujarat Rich List 2022) ભારતની વધતી સંપત્તિમાં નોંધપાત્ર યોગદાન આપનારા પરિબળોની વ્યાપક ઝાંખી છે અને અમને તેની સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે. ગુજરાત ભારતમાં ઉદ્યોગસાહસિકતા માટે શ્રેષ્ઠ રાજ્યોમાંના એક તરીકે પ્રતિષ્ઠિત છે અને ટેક્નોલોજી અપનાવવાની સાથે-સાથે નાણાકીય જાગૃતિ પણ ગુજરાતમાં હંમેશા ઊંચી રહી છે. આશ્ચર્યની વાત નથી કે, IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022ના ભાગરૂપે 86 થી વધુ વ્યક્તિઓ ગુજરાતના છે. ફાર્મા, કેમિકલ્સએ ગુજરાતના ધનિકો દ્વારા પેટ્રોકેમિકલ્સ પછી બીજા નંબરનો સૌથી વધુ પસંદગીનો ઉદ્યોગ છે, ત્યારબાદ જ્વેલરી સેક્ટર આવે છે.
ગુજરાતે IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં 86 વ્યક્તિઓનું યોગદાન આપ્યું
- ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર રાજ્યની યાદીમાં કુલ 36% વ્યક્તિઓનું યોગદાન આપે છે
- યાદીમાં ગુજરાતના રહેવાસીઓની સંચિત સંપત્તિ 15,02,800 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 70% વધારે છે
- 2022 માં રાજ્યમાંથી 14 USD અબજોપતિ
- ગૌતમ અદાણી અને પરિવાર આ વર્ષની ગુજરાત રાજ્યની શ્રીમંત યાદીમાં ટોચ પર છે. અદાણી નેશનલ લિસ્ટમાં પ્રથમ ધનવાનોમાં સામેલ
- ગુજરાતે IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં 13 નવી વ્યક્તિઓનો ઉમેરો કર્યો
- 10,300 કરોડની સંપત્તિ સાથે અશ્વિન દેસાઈ અને પરિવારના 71 એથર ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતની યાદીમાંથી નવા પ્રવેશકર્તાઓમાં ટોચ પર છે
- Colourtex Industries યાદીમાં 5 વ્યક્તિઓનું યોગદાન આપે છે
- રાજ્યના 52% શ્રીમંત લિસ્ટર્સ અમદાવાદમાં રહે છે, જે તેને ગુજરાતના વેલ્થ સર્જકો માટે સૌથી વધુ પસંદગીનું શહેર બનાવે છે
- આ વર્ષે ગુજરાતમાંથી બે મહિલા રિચ-લિસ્ટર
ટોચની 10 વ્યક્તિઓ માટેનો કટ-ઓફ પાછલા વર્ષની સરખામણીએ 2022માં રૂપિયા 3,500 કરોડ વધીને રૂપિયા 10,400 કરોડ થયો હતો. સ્ટેટ ટોપર, ગૌતમ અદાણી અને0 પરિવારે એક વર્ષના સમયગાળામાં તેની સંપત્તિની સંખ્યામાં 116% નો વધારો નોંધાવ્યો છે.
રાજ્યની 21% શ્રીમંત વ્યક્તિઓ તેમનો પ્રાથમિક વ્યવસાય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કરે છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ગુજરાતના શ્રીમંતોના બીજા નંબરના સૌથી પસંદગીના ઉદ્યોગો છે.
ગુજરાતમાંથી કુલ 13 વ્યક્તિઓએ IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં પદાર્પણ કર્યું હતું. આ 13 વ્યક્તિઓએ અમીરોની યાદીમાં 28,700 કરોડ રૂપિયા ઉમેર્યા છે.