ETV Bharat / bharat

ભૂલથી પણ બે પાન કાર્ડ બની ગયા હોય તો ચેતી જજો - પાન કાર્ડ અપ્લાય

કાયમી એકાઉન્ટ નંબર અથવા પાન કાર્ડ (pan card) એ કોઈપણ ભારતીય નાગરિક માટે આવશ્યક ઓળખ પ્રૂફ દસ્તાવેજ છે. તે તમારા બધા ટેક્સ મેનેજમેન્ટ હેતુઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન વિના, તમે કોઈ આર્થિક વ્યવહાર કરી શકશો નહીં. કોઈ વ્યક્તિ પાસે બે પાન કાર્ડ (More than 1 PAN card illegal) હોવાની ઘટનામાં આવકવેરા વિભાગે કડક સૂચના આપી છે. જો કોઈ વ્યક્તિ તેને છુપાવે છે તો ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તેને 6 મહિનાની જેલ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

Etv Bharatવ્યક્તિની ભૂલથી પણ બે પાન કાર્ડ બની ગયા હોય તો ચેતી જજો

author img

By

Published : Oct 27, 2022, 12:56 PM IST

ન્યૂઝ ડેસ્ક: કાયમી એકાઉન્ટ નંબર અથવા પાન કાર્ડ (pan card) એ કોઈપણ ભારતીય નાગરિક માટે આવશ્યક ઓળખ પ્રૂફ દસ્તાવેજ છે. તે તમારા બધા ટેક્સ મેનેજમેન્ટ હેતુઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન વિના, તમે કોઈ આર્થિક વ્યવહાર કરી શકશો નહીં. આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. દરેક નાણાકીય ક્ષેત્રમાં તેની જરૂરીયાત હોય છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પ્રોપર્ટી ખરીદવું હોય આવી અનેક જગ્યાએ આ કાર્ડની માંગ અવસ્ય હોય છે. વ્યક્તિની ભૂલથી બે પાન કાર્ડ બની (More than 1 PAN card illegal) ગયા હોય તો ચેતી જજો. જો તમારી સાથે પણ આવું થયું છે, તો આ ભૂલ તમારા માટે સમસ્યા બની શકે છે અને ભારે દંડ અને જેલ થઈ શકે છે.

પાન કાર્ડ વિશે: કાયમી એકાઉન્ટ નંબર અથવા પાન કાર્ડ એ કોઈ પણ ભારતીય નાગરિક માટે આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ આવશ્યક ઓળખ પુરાવા દસ્તાવેજ છે. તે બધા ટેક્સ મેનેજમેન્ટ હેતુઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

2 પાન કાર્ડ ગેરકાયદેસર: આ ભૂલ સુધારવા માટે આવકવેરા વિભાગે પહેલાથી જ માર્ગદર્શિકા જારી કરી દીધી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 1થી વધુ પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. આમ કરવાથી અને આ હકીકત છુપાવવાની સ્થિતિમાં, આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ 6 મહિનાની જેલ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.

વધારાના પાન કાર્ડને સરન્ડર કરવા: તમારા માટે શક્ય તેટલી વહેલી તકે વધારાનું પાન કાર્ડ જમા કરાવવું મહત્વપૂર્ણ છે. આવકવેરા વિભાગ વધારાના પાન કાર્ડને સરન્ડર કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધાઓ પૂરી પાડે છે. તે માટેે આવકવેરા વિભાગની સત્તાવાર http://www.incometaxindiaefiling.gov.in/home/. વેબસાઇટ પર લૉગ ઇન કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા સંબંધિત NSDL ઑફિસની મુલાકાત લઈને આ કાર્ય વહેલી તકે કરી શકો છો.

પાન કાર્ડ માટે અરજી: લોકો માટે આ દિવસોમાં પાન કાર્ડ માટે અરજી કરવી વધુ સરળ બની ગઈ છે. કારણ કે હવે તેઓ પાન કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ નવા પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. જે લોકોએ પોતાનું પાનકાર્ડ ગુમાવ્યું છે તે પણ કાર્ડ ફરીથી Reprint માટે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા NSDL અથવા UTIITSL પાસેથી E-Pan મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.