અમદાવાદઃ આજે શહેરમાં ભારત પાકિસ્તાન મેચ રમાનાર છે. આ મેચનો ઉન્માદ સાતમા આસમાને છે. ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમની બહાર ચીયર્સ કરી રહ્યા છે. ગુજરાત બહારથી પણ પ્રેક્ષકો અમદાવાદ આવી રહ્યા છે. જેમાં ગુજરાત નજીકના રાજ્યો ઉપરાંત કર્ણાટક જેવા દૂરના રાજ્યોમાંથી પણ પ્રેક્ષકો અમદાવાદના મહેમાન બન્યા છે.
કર્ણાટકથી મેચ જોવા આવ્યાઃ આ હાઈવોલ્ટેજ મેચને માણવા માટે ક્રિકેટપ્રેમીઓએ હજારો કિલોમીટરનું અંતર કાપીને પ્રેક્ષકો અમદાવાદ આવ્યા છે. જેમાં કર્ણાટકથી આવેલા ક્રિકેટપ્રેમીઓ અમદાવાદના મહેમાન બન્યા છે. દૂરના રાજ્યોમાંથી આવેલા પ્રેક્ષકોએ પોતાની પરંપરાગત વેશભૂષા પર પહેરી છે. જેમાં ચેન્નઈથી આવેલા ક્રિકેટ પ્રેમીઓએ પાઘડી પહેરીને ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો છે. કર્ણાટકથી મેચ જોવા ક્રિકેટપ્રેમી ખાસ પધાર્યા છે.
અમને ટિકિટ મેળવવામાં બહુ મુશ્કેલી તો પડી નથી, બે મહિના પહેલા અમે ઇન્ડિયા પાકિસ્તાનની મેચની ટિકિટ ઓનલાઇન બુક કરાવી હતી અને ત્યાર ટિકિટ મળતાની સાથે જ અમે અમદાવાદની ટ્રેન પણ બુક કરાવી હતી આમ અમે ટ્રેન મારફતે અમદાવાદ સુધી પહોંચ્યા છે. અમને ઈન્ડિયા પાકિસ્તાન મેચનો ખૂબ જ રોમાંચ છે અને આ મેચ જોવા માટે જ અમે સ્પેશિયલ અમદાવાદ આવ્યા છીએ...ક્રિકેટપ્રેમી, કર્ણાટક
સ્ટેડિયમ બહાર ક્રિકેટ હિસ્ટેરિયાઃ સ્ટેડિયમ બહારના વાતાવરણની વાત કરીએ તો અહીં રીતસરનો ક્રિકેટ હિસ્ટેરિયા છવાઈ ગયો છે. ક્રિકેટપ્રેમીઓની ઉત્સુક્તાએ ભારત પાકિસ્તાન મેચનો રોમાંચ અનેક ગણો વધારી દીધો છે. સ્ટેડિયમ બહાર વહેલી સવારથી પ્રેક્ષકોની ભીડ એક્ઠી થઈ રહી હતી. પ્રેક્ષકો પોતાના પ્રિય ક્રિકેટરોના નામનું ચીયર્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે સ્ટેડિયમના ગેટ ખોલવામાં આવ્યા ત્યારે ક્રિકેટ ફેન્સ રીતસરના ધસી પડ્યા હતા. પ્રાચીન સમયમાં રોમના એરેનામાં ગ્લેડિયેટર ફાઈટ જેવું વાતાવરણ રચાતું હતું તેવું વાતાવરણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાઈ ગયું છે.