ભોપાલ: સોશિયલ મીડિયા પર એક ઘટનાનો ઉલ્લેખ કરતા, મધ્ય પ્રદેશના એક IAS અધિકારીએ (Phone Tapping Case) લખ્યું કે તેને ડર છે કે ફોન પરથી કોઈ તેની વાત સાંભળી રહ્યું છે. આ ઘટનાનો ઉલ્લેખ કરીને તેણે તેને ડરામણી ગણાવી છે. તેમણે કહ્યું કે, આના માટે અન્ય કોઈ ખુલાસો ન હોઈ શકે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ફોન ટેપિંગનો નવો ડખો, BJPએ CBI તપાસની કરી માંગ
ફોન ટેપીંગ કેસ મધ્યપ્રદેશમાં ઊંડો
મધ્ય પ્રદેશમાં આ પહેલો કિસ્સો છે, જ્યારે કોઈ IAS અધિકારીએ ફોન ટેપિંગનો (Phone Tapping Case) ઉલ્લેખ કર્યો હોય. પ્રીતિ મૈથિલ નાયકે ટ્વિટર પર લખ્યું કે, આ ખૂબ જ ડરામણું છે. તેણે કહ્યું કે, આગલા દિવસે એક કોન્ફરન્સમાં મારી પેન ખોવાઈ ગઈ હતી. પેન મોંઘી હોવાથી મેં તેને શોધવા માટે થોડા કોલ કર્યા. તે પેન હોલ અથવા લોબીમાં મળી શકે છે કે કેમ તે જોવા માટે મેં મારા PAને પણ ફોન કર્યો હતો. આ વાત ફેસબુક સુધી પહોંચી. ફેસબુકે તેમના ID પર જણાવ્યું કે, કઈ સારી પેન ઉપલબ્ધ છે. જ્યારે મૈથિલ નાયકે આના પર ટ્વિટ કરીને કહ્યું કે, અમારો ફોન અમને સાંભળી રહ્યો છે, ત્યારે લોકોએ તેને ફોન ટેપિંગ સાથે લિંક કરીને પૂછપરછ શરૂ કરી.
આ પણ વાંચો: ભારતમાં Pegasus ફોન ટેપિંગ નવું નથી, Phone Tapping ના પહેલાં પણ થયાં છે વિવાદો
હવે કંઈપણ સુરક્ષિત નથી : પ્રીતિ મૈથિલ નાયક
પ્રીતિ મૈથિલ નાયકે કહ્યું કે મારો મતલબ ફોન ટેપિંગ નથી. તેણે કહ્યું કે આપણે મોબાઈલ પર જે પણ વાત કરીએ છીએ. કોઈ ત્રીજો વ્યક્તિ તેમને સાંભળી રહ્યો છે, જેના કારણે આપણી રુચિની વસ્તુઓ ગૂગલ અથવા સોશિયલ સાઇટ પર પ્રતિબિંબિત થવા લાગે છે. આ બહુ ખોટું છે. હવે કંઈપણ સુરક્ષિત નથી. તમને જણાવી દઈએ કે પ્રીતિ નાયક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સમય સમય પર તે ટ્વિટર અને ફેસબુક પર તેના વિચારો લખે છે.