ETV Bharat / bharat

Cds Rawat Chopper Crash: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ રાજનાથ સિંહને સોંપાયો

author img

By

Published : Jan 5, 2022, 2:06 PM IST

Updated : Jan 5, 2022, 3:10 PM IST

CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતનો તપાસ રિપોર્ટ (Cds Rawat Chopper Crash)આજે રક્ષા પ્રધાન રાજનાથ સિંહને સોંપવામાં આવ્યો (CDS chopper crash inquiry report)છે. હેલિકોપ્ટર 8 ડિસેમ્બરે તમિલનાડુના કન્નુરમાં ક્રેશ (kannur chopper crash) થયું હતું.

CDS બિપિન રાવતે હેલિકોપ્ટર દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ રાજનાથ સિંહને સુપરત કર્યો

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ બુધવારના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Cds Rawat Chopper Crash) ત્રણેય સેનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના તારણોની જાણકારી (CDS chopper crash inquiry report) આપી હતી. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓ દ્વારા આ માહિતી આપાઇ છે.

જનરલ બિપિન રાવત સહિત અન્ય 13 લોકો માર્યા ગયા હતા

આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ અધ્યક્ષ જનરલ બિપિન રાવત સહિત અન્ય 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતુ કે, તપાસ ટીમે રશિયન બનાવટી Mi-17V5 હેલિકોપ્ટર અકસ્માતને પગલે તમામ તપાસ પૂર્ણ કરી લીધી છે.

હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ નથી

અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ (kannur chopper crash) નથી, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં એર માર્શલ માનવેન્દ્ર સિંહે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'નું નેતૃત્વ કર્યું છે. જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા, તેમના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર એલએસ લિડર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંહ અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એ 14 લોકોમાં સામેલ હતા જેમણે તમિલનાડુના કુન્નુર નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

ક્રૂ મેમ્બરનું ધ્યાન ભટકી જવાની સંભાવનાનો સમાવેશ થાય છે

પોલીસ ટીમે અકસ્માતના તમામ સંભવિત પાસાઓની સમીક્ષા કરી હોવાનું કહેવાયુ છે, જેમાં માનવ ભૂલની શક્યતા અથવા હેલિકોપ્ટરના લેન્ડિંગની તૈયારી કરતી વખતે ક્રૂ મેમ્બરનું ધ્યાન ભટકી જવાની સંભાવનાનો સમાવેશ થાય છે. એર માર્શલ સિંહ એર ક્રેશ કેસની તપાસ કરી રહેલા દેશના શ્રેષ્ઠ તપાસકર્તાઓમાંના એક તરીકે જાણીતા છે. તેઓ હાલમાં ભારતીય વાયુસેનાના ટ્રેનિંગ કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે.

આ પણ વાંચો:

Coonoor Helicopter Crash: CDS બિપિન રાવતના નિધનથી દેશ હતપ્રભ, સુરતમાં લોકોએ મુંડન કરાવ્યું

Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ

Last Updated : Jan 5, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.