ETV Bharat / bharat

તાલિબાનથી ન્યાય અને સારા શાસનની આશા, નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનું નિવેદન - afghanistan conflict

અબ્દુલ્લાએ કહ્યું, "મને આશા છે કે તેઓ (તાલિબાન) ન્યાય અને સારી સરકાર આપશે, માનવતાને કેન્દ્રસ્થાને રાખીને સરકારને ઇસ્લામિક સિદ્ધાંતો પર ચલાવશે." તેમણે કહ્યું કે, તાલિબાને તમામ દેશો સાથે સંબંધો અને મિત્રતા કેળવવી જોઈએ.

નેશનલ કૉન્ફરન્સ વિધાનસભાની ચૂંટણી લડશે
નેશનલ કૉન્ફરન્સ વિધાનસભાની ચૂંટણી લડશે
author img

By

Published : Sep 8, 2021, 2:16 PM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારને લઈ બોલ્યા ફારૂક અબ્દુલ્લા
  • અબ્દુલ્લાને તાલિબાનથી સારા શાસન અને ન્યાયની આશા
  • શેખ અબ્દુલ્લાની 39મી પુણ્યતિથિ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં બોલ્યા ફારૂક અબ્દુલ્લા

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ બુધવારે કહ્યું કે, તેમને આશા છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સુશાસન આપશે. તેમણે કહ્યું કે, "અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. જેઓ (તાલિબાન) સત્તા પર આવ્યા છે તેઓએ દેશને સ્થિર કરવો પડશે. મને આશા છે કે તેઓ ન્યાય અને સારી સરકાર આપશે, માનવતાને કેન્દ્રસ્થાને રાખશે અને સરકારને ઇસ્લામિક સિદ્ધાંતો પર ચલાવશે." તેમણે શ્રીનગરના હજરતબલમાં શેખ અબ્દુલ્લાની 39મી પુણ્યતિથિ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા આ જણાવ્યું.

નેશનલ કૉન્ફરન્સ વિધાનસભાની ચૂંટણી લડશે

અબ્દુલ્લાએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, તાલિબાને તમામ દેશો સાથે સંબંધો અને મિત્રતા કેળવવી જોઈએ. પીઢ નેતાએ કહ્યું કે નેશનલ કૉન્ફરન્સ ચોક્કસપણે વિધાનસભાની ચૂંટણી લડશે અને જમ્મુ -કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવા અને વિશેષ દરજ્જા માટે લડવાનું ચાલુ રાખશે. અબ્દુલ્લાએ કહ્યું કે, મને ખબર નથી કે વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે, પરંતુ નેશનલ કોન્ફરન્સ ચોક્કસપણે ચૂંટણી લડશે.

દિકરા ઉમર અબ્દુલ્લા સાથે હઝરતબલ પહોંચ્યા ફારૂક અબ્દુલ્લા

નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે શેર-એ-કાશ્મીર તરીકે પ્રખ્યાત શેખ અબ્દુલ્લાના જીવનની યાદમાં સવારે હઝરતબલ પહોંચ્યા હતા.

વધુ વાંચો: જમ્મુ-કાશ્મીર પોલીસે ગિલાનીના નિધન પછીના ઘટનાક્રમના 4 વિડીયો શેર કર્યા, કર્યો ચોંકાવનારો દાવો

વધુ વાંચો: રાહુલ ગાંધી 9 સપ્ટેમ્બરથી 2 દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, વૈષ્ણવ દેવી મંદિરની મુલાકાત લેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.