ETV Bharat / bharat

ખબર ન હતી કે તે ગોલ્ડ હશે, અકલ્પનીય લાગે છે: નીરજ ચોપરા - ટોક્યો ઓલિમ્પિક

જેવેલિન થ્રોવર નીરજ ચોપરા(star javelin thrower Neeraj Chopra ) એ 87.58 મીટર જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ સાથે, નીરજ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય રમતવીર બન્યો અને ટોક્યો ઓલિમ્પિક ( Tokyo Olympics 2020 )માં કુલ 7 મેડલ સાથે ભારત 47માં સ્થાને પહોંચી ગયું હતું. ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યા બાદ નીરજે કહ્યું કે, તે અવિશ્વસનીય લાગે છે.

જેવેલિન થ્રોવર નીરજ ચોપરા
જેવેલિન થ્રોવર નીરજ ચોપરા
author img

By

Published : Aug 8, 2021, 3:55 PM IST

  • ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
  • 87.58 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું
  • નીરજ ચોપરાએ દોડવીર મિલ્ખા સિંહનુ સપનું પૂર્ણ કર્યું

ટોક્યો : જેવેલિન થ્રોવર નીરજ ચોપરા(star javelin thrower Neeraj Chopra ) એ શનિવારે ઓલિમ્પિક( Tokyo Olympics 2020 )માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને કહ્યું હતું કે, તે અવિશ્વસનીય લાગે છે. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ તેમના પ્રદર્શન દરમિયાન આત્મવિશ્વાસથી ભરેલા હોવા છતાં પોડિયમની ટોચના સ્થાને હશે એ તે આશ્વસ્ત ન હતા.

ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય

ચોપરાએ 3 દિવસ અગાઉ ક્વોલિફિકેશનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું, 87.58 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે દેશના ટ્રેકમાં ઓલિમ્પિકમાં એથલિટીક્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા હતો. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું કે, આ વર્ષે સૌથી મહત્વનું આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમવાનું હતું. બધાએ સહકાર આપ્યો. મને જે 2-3 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ મળી તે મારા માટે જરૂરી હતી. ઓલિમ્પિક્સ હતી પરંતુ કોઈ દબાણ નહોતું કે હું મોટા થ્રોઅર સાથે રમી રહ્યો છું.

જેવેલિન થ્રોવર નીરજ ચોપરા

એથ્લેટિક્સમાં પહેલો ઓલિમ્પિક મેડલ

23 વર્ષીય ચોપરાએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે, તેઓને વિશ્વાસ થઈ રહ્યો નથી. ભારતે પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. અમારી પાસે અન્ય રમતોમાં માત્ર એક ઓલિમ્પિક ગોલ્ડ છે. તેમણે કહ્યું કે, એથ્લેટિક્સમાં આ આપણો પહેલો ઓલિમ્પિક મેડલ છે. તે મારા અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. નીરજ ચોપરાએ કહ્યું કે, એવું લાગતું હતું કે હું તેમની સાથે પહેલા પણ રમી ચૂક્યો છું. હું મારા પ્રદર્શન પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી શક્યો. ઈજાગ્રસ્ત થયા બાદ ઘણા ઉતાર - ચઢાવ આવ્યા છે. મારી સખત મહેનત તો છે જ, સાથે સાથે તમારા બધા પણ મહેનત પણ છે. બધી સુવિધાઓ માટે આભાર.

ફાઈનલ રાઉન્ડમાં ખૂબ જ સારો થ્રો

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ગોલ્ડ મેડલ જીતીને આશ્ચર્ય છો, જેમાં મહાન જર્મન થ્રોઅર યોહાનેસ વેટર પણ શામેલ હતા. તેણે કહ્યું કે, મેં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ખૂબ જ સારો થ્રો ફેંક્યો હતો, તેથી હું જાણતો હતો કે હું ફાઇનલમાં વધુ સારું કરી શકું છું. તેણે કહ્યું કે, મને ખબર ન હતી કે તે ગોલ્ડ હશે, પરંતુ હું ખુબ ખુશ છું. નીરજે કહ્યું કે, મને આશા છે કે AFI ખાસ કરીને એથ્લેટિક્સ અને જેવેલિનને વધારે પ્રોત્સાહન આપશે કારણ કે, મને લાગે છે કે ભારતમાં ઘણી પ્રતિભા છે. તેઓ ધીમે ધીમે સામે આવશે. ઓલિમ્પિકમાં વધુ સારું કરી શકે છે. મને લાગે છે કે આપણે કંઈપણ કરી શકીએ છીએ.

ઈવેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું. : નીરજ

તેમણે કહ્યું કે, જો પ્રથમ થ્રોમાં સારૂ પ્રદર્શન કરીએ તો આપણી જાત પર આત્મવિશ્વાસ વધી જાય છે અને અન્ય ખેલાડીઓ પર દબાણ આવે છે. બીજો થ્રો પણ એકદમ સ્થિર હતો. ક્યાંક મારા મગજમાં ઓલિમ્પિક રેકોર્ડ માટે પ્રયત્ન કરવાનો વિચાર આવ્યો. હવે 90 મીટરનું માર્ક હાંસલ કરવાનું છે. એ તો મારા મનમાં હતું કે મારે મેડલ લાવવાનો છે, પરંતુ જ્યારે હું મેદાનમાં હોઉં છું ત્યારે આગળ પાછળની વાતો મારા મનમાં આવતી નથી. હું સમગ્ર ઈવેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું. જ્યારે હું રનવે પર ઉભો હોઉં છું, મારું આખું ધ્યાન ફેંકવા પર હોય છે અને હું યોગ્ય રીતે ફેંકી શકું છું.

મિલ્ખા સિંહને પોતાની ઐતિહાસિક સિદ્ધિ સમર્પિત

ચોપરા ઓલિમ્પિક જેવા મંચ પર પ્રભુત્વ મેળવશે અને ગોલ્ડ મેડલ જીતી લેશે તેવી કોઈએ અપેક્ષા રાખી ન હતી. નીરજ ચોપરાએ જૂન મહિનામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા સુપ્રસિદ્ધ દોડવીર મિલ્ખા સિંહને પોતાની ઐતિહાસિક સિદ્ધિ સમર્પિત કરી હતી. જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપરાએ કહ્યું હતું કે, મિલ્ખા સિંહ સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત સાંભળવા માંગતા હતો. તે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેનું સપનું સાકાર થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.