ETV Bharat / bharat

Hyderabad Biryani: છેલ્લા 6 મહિનામાં 72 લાખ બિરયાનીનો ઓર્ડર, ફૂડ પહોંચાડતી એપ્સની ચોખવટ - 72 લાખ બિરયાનીનો ઓર્ડર

ફૂડ કંપની સ્વિગી દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા જણાવે છે કે છેલ્લા છ મહિનામાં હૈદરાબાદના લોકો દ્વારા તેના પ્લેટફોર્મ પર બિરયાનીના 72 લાખ ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં દમ બિરયાની સૌથી વધુ પસંદગીની વાનગી તરીકે ઉભરી હતી.

Hyderabadis have eaten 72 lakh biryanis in 6 months this year

author img

By

Published : Jul 1, 2023, 7:17 PM IST

હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા છ મહિનામાં લોકોએ 72 લાખ બિરયાનીનો ઓર્ડર આપ્યો છે. આ આંકડા દર્શાવે છે કે લોકો બિરયાની ખાવાના કેટલા શોખીન છે. આ માહિતી અગ્રણી ફૂડ એગ્રીગેટર સ્વિગી દ્વારા આપવામાં આવી છે. સ્વિગીએ 2 જુલાઈએ ઉજવવામાં આવનાર વિશ્વ બિરયાની દિવસની પૂર્વ સંધ્યાએ આ આંકડા જાહેર કર્યા છે.

દમ બિરયાની હોટ ફેવરિટ: વિશ્વ બિરયાની દિવસ પર સ્વિગી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા છ મહિનામાં 9 લાખથી વધુ ઓર્ડર સાથે દમ બિરયાનીએ ફૂડ એગ્રીગેટર પર પ્રભુત્વ જમાવ્યું છે. સ્વિગીના ડેટા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં 2023માં બિરયાનીના ઓર્ડરમાં 8.39 ટકાનો વધારો થયો છે.

શહેરમાં લગભગ 15,000 રેસ્ટોરા: દમ બિરયાની પછી ઓર્ડરમાં બિરયાની ચાવલનું વર્ચસ્વ હતું. આ પછી મીની બિરયાની (5.2 લાખ)ની જગ્યા રહી. મોટાભાગના ઓર્ડર હૈદરાબાદના કુકટપલ્લી, માદાપુર, બંજરાહિલ્સ અને ગચીબોવલી વિસ્તારોમાંથી આપવામાં આવ્યા હતા. માહિતી અનુસાર સમગ્ર શહેરમાં લગભગ 15,000 રેસ્ટોરા છે જે બિરયાની પ્રેમીઓને વિવિધ બિરયાની વાનગીઓ ઓફર કરે છે.

વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત: સ્વિગીએ બિરયાની પ્રેમીઓને તેનો સ્વાદ લેવા મજબૂર કરી દીધા છે. સ્વિગીના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા એક નેટીઝન નિઝામ સૈફે બિરયાનીને વિશ્વનું શ્રેષ્ઠ ભોજન ગણાવ્યું હતું. બિરયાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. અન્ય નેટીઝન મોહમ્મદ તૈસીર અલીએ કટાક્ષભર્યા ટ્વીટમાં લખ્યું, 'અબ ખન્ને કો ભી નજર લગાયેગે સ્વિગી વાલે.'

દર મિનિટે 219 ઓર્ડર: આ વાનગીનો સ્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો શહેરમાં આવે છે કારણ કે તે હૈદરાબાદની વિશેષતા છે. સ્વિગી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સુગંધિત લખનઉ બિરયાનીથી લઈને મસાલેદાર હૈદરાબાદી દમ બિરયાની અને સ્વાદિષ્ટ કોલકાતા બિરયાનીથી સુગંધિત મલબાર બિરયાની સુધી લોકોએ દેશભરમાં દર મિનિટે તેમની મનપસંદ વાનગી માટે 219 ઓર્ડર આપ્યા હતા."

  1. હૈદરાબાદી બિરયાની લોકોની પસંદગી, પરદેશભરમાં 3.50 લાખથી વધુ ઓર્ડરઃ સ્વિગી
  2. આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા
  3. મુંબઈની કેટલીક હોટલોમાં ચિકન બિરયાનીને બદલે વેચાઇ રહી છે કબૂતરની બિરયાની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.