હૈદરાબાદ: હૈદરાબાદમાં બેડમિન્ટન રમતી વખતે શંકાસ્પદ કાર્ડિયાક અરેસ્ટથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું. મંગળવારે મોડી સાંજે જયશંકર ઇન્ડોર સ્ટેડિયમ લાલપેટ બેડમિન્ટન કોર્ટમાં રમતી વખતે પડી જવાથી શ્યામ યાદવ (38) તરીકે ઓળખાતા આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એક ખાનગી કંપનીનો કર્મચારી યાદવ ઓફિસેથી પરત ફર્યા બાદ નિયમિતપણે ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતો હતો. મંગળવારે કેટલાક મિત્રો સાથે ગેમ રમતા સમયે તે પડી ગયો હતો. આ બાદ તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો..
આ પણ વાંચો: Akasa Air: અકાસા એરએ પણ મોટા પાયે વિમાનો માટે કર્યો ઓર્ડર
10 દિવસમાં આ ચોથી ઘટના: તેલંગાણામાં 10 દિવસમાં આ ચોથી ઘટના છે. આ ઘટનાઓના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા લગ્ન દરમિયાન ડાન્સ કરતી વખતે અથવા ગેમ્સ રમતા યુવાનોના પડવાના દ્રશ્યોએ લોકોને ચોંકાવી દીધા છે. 25 ફેબ્રુઆરીના રોજ 19 વર્ષીય નિર્મલ તેના સંબંધીના લગ્નમાં ડાન્સ કરતી વખતે પડી ગયો અને તેનું મૃત્યુ થયું.
આ પણ વાંચો: Actor Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પૈતૃક સંપત્તિનો પોતાનો હિસ્સો પણ ભાઈઓને આપ્યો
ક્યારે બની કેવી ધટના: હૈદરાબાદમાં 22 ફેબ્રુઆરીના રોજ એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું કાર્ડિયાક એટેકથી મૃત્યુ થયું હતું. 20 ફેબ્રુઆરીના રોજ, હૈદરાબાદમાં તેના સંબંધીના લગ્નની હલ્દી સમારોહ દરમિયાન એક વ્યક્તિ પડી ગયો અને તેનું મૃત્યુ થયું. એક 40 વર્ષીય વ્યક્તિ વરરાજાને હળદર લગાવી રહ્યો હતો, ત્યારે તે અચાનક ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તેનું મોત થઈ ગયું.