હૈદરાબાદ : એક જોડિયા યુવતીઓએ તમામ અવરોધોને પાર કરીને તેલંગાણા ઇન્ટરમીડિયેટ પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી(Conjoined twins Veena Vani passed intermediate in first class) છે. આ સાથે વીણા અને વાણીએ 'જહાં ચાહ વહા રાહ' એ કહેવતને સાકાર કરી છે. તેઓએ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારુપ બની છે. તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન (Telangana State Board of Intermediate Education) એ મંગળવારે ઇન્ટર પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા. મે મહિનામાં યોજાયેલી TSBIE ઇન્ટર પરીક્ષાઓમાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો - મધ્યપ્રદેશમાં છે અનોખુ પ્રાણી સંગ્રહાલય, 30 પ્રજાતિના 300થી વધુ દુર્લભ પક્ષીઓના આપવામાં આવ્યા છે અનોખા નામ
પ્રથમ વર્ગમાં પરિક્ષા પાસ કરી - ઉમેદવારોમાં વીણા અને વાણીનો સમાવેશ થાય છે. જેમણે પ્રથમ-વર્ગના ગુણ સાથે પરીક્ષા પાસ કરી હતી. આ પ્રસંગે તેલંગાણાના આદિજાતિ અને મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સત્યવતી રાઠોડે વીણા અને વાણીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે વીણા અને વાણીની મદદ કરનારા અધિકારીઓને પણ ખાસ અભિનંદન આપ્યા છે. તેલંગાણાના શિક્ષણ પ્રધાન સબિતા ઈન્દ્ર રેડ્ડીએ પરિણામની જાહેરાત કરી હતી. જેમાં બીજા વર્ષ અને પ્રથમ વર્ષમાં 60 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ પણ વાંચો - World Sparrow Day: સુરેન્દ્રનગરના યુવાનનું અનોખુ ચકલી બચાવો અભિયાન